#PATAN : તાલુકાના કુણધેર ગામે ખાસ અંગભુત યોજના અંતર્ગત મંજૂર થયેલ બોર નું પાટણ ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરાયું..

નવીન બોર બનતાં ઉનાળામાં ગ્રામજનોને પાણી ની મુશ્કેલી ભોગવવી નહીં પડે..

પાટણ તાલુકાના કુણધેર ગામે ખાસ અંગભુત યોજના અંતર્ગત રૂ. ૩૩ લાખના ખર્ચે નવીન બોર બનાવવાની ગ્રામજનો ની રજૂઆત નાં પગલે બોર મંજુર કરવામા આવતાં શુક્રવારના રોજ આ બોરનુ ખાત મુહૂર્ત પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ સહિતના મહાનુભાવો નાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો કીરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામજનો ને ભોગવવી પડતી પાણી ની સમસ્યા ને ધ્યાનમાં રાખીને મંજુર કરવામાં આવેલ બોર નાં કારણે ઉનાળા માં પાણી માટે ઉભી થતી સમસ્યા નું નિરાકરણ આવશે તેમ જણાવ્યું હતું.


આ બોર નાં ખાતમુહૂર્ત પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ,નરેશભાઈ પરમાર ચેરમેન.સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત પાટણ, સરપંચ કુણધેર ગ્રામ પંચાયત કાન્તિભાઈ પટેલ,કુણઘેર ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ગીરીશભાઈ પરમાર, વિરેશભાઈ વ્યાસ પુર્વ મંત્રી પાટણ જિલ્લા ભાજપ, લક્ષ્મણસિંહ પરમાર પુર્વ વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત પાટણ, ગામના અગ્રણી કમલેશભાઈ શેઠ, સાગરભાઈ દેસાઈ તથા તાલુકા સદસ્યો, કુણધેર, તલાટી વિનોદભાઈ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.