#PATAN : ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાયૉલય ની મુલાકાત લીધી..

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાપક પ.પૂ.ડોકટર સાહેબ ની સમાધી નાં દશૅન કરી ધન્યતા અનુભવી..

પાટણના પનોતાં પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલે શુક્રવારના રોજ નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્ય સરસંઘ ચાલક પ. પૂ. ડોક્ટર સાહેબ ની સમાધિ ના દર્શન કરી પ. પૂ. ગુરુજીની સ્મૃતિ ચિન્હના દર્શન કર્યા હતા.


ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ નાં નાગપુર પ્રવાસ દરમિયાન તેઓએ શ્રીમતી દશૅનાબેન દેશમુખ,બિનોદદાસ, પ્રચારક વિવેકજી તેલંગ સહિતનાઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.


કે.સી.પટેલે પ. પૂ. ડોક્ટર સાહેબના જન્મ સ્થળની સાથે સાથે તેઓનાં કાર્યાલય નાગપુરની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી અને
હરહંમેશની જેમ નાગપુરની ધરાપર નવી ઊર્જા મળતી હોવાનો તેઓએ અહેસાસ કર્યો હતો.