#PATAN : વિવિધ સ્કૂલોમાં ધોરણ 11 સાયન્સ અને કોમર્સ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું..

વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા સ્કૂલ ખાતે પહોંચ્યા..

ધોરણ 11 સાયન્સ અને કોમર્સ ના પરિણામો શુક્રવારના રોજ જાહેર કરવામાં આવ્યા હોય પાટણ શહેરની વિવિધ સ્કૂલોમાં પરિણામ મેળવવા વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પોત પોતાની સ્કુલ ખાતે ઉમટી પડ્યા હતા.


ધોરણ 11 સાયન્સ અને કોમર્સ ના પરિણામો પ્રકાશિત થવા બાબતે પાટણ શહેરની એક્સપરિમેન્ટલ સ્કૂલ ના આચાર્ય ધનરાજભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પરિણામ મેળવી ખુશખુશાલ જોવા મળ્યા છે તો ધોરણ 9 નાં વિધાર્થીઓનુ પરિણામ આવતી કાલે પ્રકાશિત થનાર હોવાનું તેઓએ જણાવી ઉનાળુ વેકેશન આગામી તારીખ 13-6-2022 ના રોજ પૂર્ણ થયા બાદ નવા સત્રની શરૂઆત સાથે વિદ્યાર્થીઓ પ્રફુલ્લિત વાતાવરણમાં પોતાનો આગળ નો અભ્યાસક્રમ શરૂ કરશે તેઓએ ધોરણ 11 સાયન્સ અને કોમર્સ માં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી શિક્ષણ ક્ષેત્રે પાટણ નું નામ રોશન કરે તેવા આશિર્વાદ આપ્યા હતા.