#PATAN_CITY : રેલવે સ્ટેશન વિસ્તારમાં ૧૦૦ ફૂટ ઊંચા દેશની આન બાન અને શાન સમા દેશ દુલારા રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો..

પાટણના સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ, રેલવે પોલીસે ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી..

પાટણ શહેરના રેલવે સ્ટેશન નજીક નવ નિર્માણ કરાયેલ સો ફૂટ ઊંચા અને 30*20 ની સાઈઝ ધરાવતા દેશની આન-બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સહિત પાટણના ધારાસભ્ય તેમજ પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિતના મહાનુભાવો અને રેલવે તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે શુક્રવારની સવારે રાષ્ટ્રભક્તિના વાતાવરણ વચ્ચે રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું.


પાટણ રેલવે સ્ટેશન ખાતે નિર્માણ કરાયેલ રાષ્ટ્રધ્વજના લોકાર્પણ પ્રસંગે પાટણ રેલવે પોલીસના જવાનોએ સાથે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય ડો.કીરીટ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિતના મહાનુભાવોએ તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી સલામી આપી દેશ દુલારા રાષ્ટ્રધ્વજ ને લહેરાવવામાં આવ્યો હતો.