#PATAN_HNGU : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં સપડાઇ…

હેમંતકુમાર પટેલ નામના અરજદાર દ્વારા યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ અનિલ નાયક સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી..

યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ દ્વારા ખોટી રીતે પગાર લીધા હોવાના આક્ષેપો કર્યા..

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અવાર નવાર વિવાદોમાં ઘેરાયેલી રહી છે ત્યારે શુક્રવારના રોજ યુનિવર્સિટી નો વધુ એક વિવાદાસ્પદ કિસ્સો પટેલ હેમંતકુમાર કાતિલાલ નામના વ્યક્તિ દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે યુનિવર્સિટી નાં પૂવૅ કાયૅકારી કુલપતિ અનિલ નાયક દ્વારા ખોટી રીતે યુનિવર્સિટી નાં કુલપતિ તરીકે નો પગાર મેળવ્યો હોવાનાં આક્ષેપ સાથે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ આપતાં પ્રકાશમાં આવતાં શિક્ષણ જગતમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.
પાટણ શહેરના રાણકીવાવ રોડ પર આવેલ દેવ ધામ સોસાયટી નાં બ્લોક નં.17/18 માં રહેતા પટેલ હેમંતકુમાર કાતિલાલ નામના વ્યક્તિ એ શુક્રવારના રોજ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં પૂર્વ કાયૅકારી કુલપતિ અનિલ નાયક દ્વારા યુનિવર્સિટી માંથી ખોટી રીતે પગારની રકમ મેળવી હોવાના આક્ષેપ સાથે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે મુદ્દાસર વણૅન સાથે ફરીયાદ આપી છે જે ફરિયાદ માં તેઓએ જણાવ્યું છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં પૂર્વ કાયૅકારી કુલપતિ અનિલ નાયક 11 માસના કરારથી રૂ.40000 હજારના ફિક્સ પગારમાં ધારપુર મેડીકલ કોલેજમાં અધ્યાપક હતા.

અને તા.6.3.2019 માં એમને પાટણ યુનિવર્સિટીમાં ઈન્ચાર્જ કુલપતિનો ચાર્જ સરકાર દ્વારા આપ્યો હતો.સરકારે આપેલ તા.6.3.2019ના નિમણૂંક પત્રમાં સ્પષ્ટ Duties of the office of the Vice Chancellor as incharge Vice- Chancellor એવું સ્પષ્ટ લખેલ હોવા છતાં નાયક કુલપતિના ચાર્જ માં હતા.


ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમ 47 ની જોગવાઈ મુજબ ઉપલી કક્ષાનો ચાર્જ સંભાળવા બદલ 10 ટકા મૂળ પગારમાં ચાર્જ એલાઉન્સ મળે.અર્થાત 40000 હજાર ઉપર 4000 હજાર એટલે 44000 હજાર થાય.અનિલ નાયક કુલપતિ હોય પોતે જ નક્કી કરી ચાર્જ ને બદલે 2,47,256 .00 પગાર લીધો છે. તો અગિયાર માસમાં કુલ અનિલ નાયક દ્વારા 20,32,560 (,વીસ લાખ બત્રીસ હજાર પાંચસો સાઈઠ )લાખ પગાર વધુ લીધો છે.
ત્યારે ચાર્જ એલાઉન્સ વિશે સરકાર નો તા.26.12.2012 ના નાણાં વિભાગના પરિપત્ર મુજબ પણ અનિલ નાયક ને 10 ટકા ચાર્જ એલાઉન્સ જ મળે આ અંગે પોતે 17.9.2019 ના રોજ યુનિ. માં રજુઆત કરી હોવા છતાં યુનિવર્સિટી દ્વારા આજદિન સુધી અનિલ નાયક સામે કોઈ પગલાં લેવામાં ન હોય ત્યારે આ મુદ્દા સરની ફરિયાદ ને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી નાં પૂર્વ કાયૅકારી કુલપતિ અનિલ નાયક સામે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત હેમંતભાઈ પટેલ દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે આપેલ ફરિયાદ માં જણાવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
.