#PATAN_CITY : નગરપાલિકાના સ્વચ્છતા શાખા દ્વારા શહેરના બ્રહ્માકુમારી માગૅ અને હાઈવે વિસ્તાર ની સફાઈ કામગીરી કરવામાં આવી..

સ્વચ્છતા શાખાના ચેરમેન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા કમર કસી..

પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા ના ચેરમેન ગોપાલસિંહ રાજપૂત દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે તેઓ દ્વારા શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર સહિત હાઈવે વિસ્તાર ની સફાઈ કામદારો દ્વારા નિયમિત પણે સ્વચ્છતા કરવામાં આવે તે રીતે તમામ સફાઈ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.


પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલ સિંહ રાજપૂત દ્વારા શુક્રવારના રોજ શહેરના બ્રહ્માકુમારી માગૅ પર જામેલા રેતી નાં ઢગલાં સફાઈ કર્મચારીઓ પાસે દૂર કરાવી માગૅને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.તો શહેરના હાઈવે વિસ્તારમાં આવેલ સેવન ઈલેવન કોમ્પલેક્ષ નજીક તેમજ પ્રજાપતિ સમાજની છાત્રાલય નજીક નાં કચરાના સ્ટેન્ડ ની પણ સફાઈ કરાવી વિસ્તારને સ્વચ્છ બનાવતા આ વિસ્તારના રહીશો સહિત વેપારીઓ દ્વારા નગરપાલિકા ના સ્વચ્છતા શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી ની સરાહના કરવામાં આવી હતી.