#PATAN_CITY : નગરપાલિકા દ્વારા વોડૅ નં 3 નાં પાનશ્યામજી નાં પાડા માં સીસી રોડની કામગીરી શરૂ કરાઇ..

વિસ્તારના કોર્પોરેટરો એ સ્થળ પર હાજર રહી સીસી રોડ ની કામગીરી શુ વ્યવસ્થિત રીતે કરવા કોન્ટ્રાક્ટરે ને સુચના આપી..

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર માં બાકી રહી ગયેલા રોડ રસ્તા નાં કામો પુનઃ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે શુક્રવારના રોજ શહેરના વોર્ડ નં 3 માં આવેલ ઘીવટા વિસ્તારમાં શ્રી બહુચર માતાના મંદિરની સામેના પાનશ્યામજી ના પાડા વર્ષો પૂર્વે બનાવવામાં આવેલ સીસી રોડ તોડી નવીન સીસી રોડ ની કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વોડૅ નં 3 માં આવેલ ઉપરોકત વિસ્તારના રહીશો ની રજૂઆત ના પગલે આ વિસ્તારના કોર્પોરેટરો દ્વારા ઉપરોકત સીસી રોડ મંજુર કરાવી શુક્રવારના રોજ સીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવતાં વિસ્તારના રહીશો એ કોર્પોરેટરોની કામગીરી ને સરાહનીય લેખાવી હતી તો વિસ્તારમાં સીસી રોડ ની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શુ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તે માટે વિસ્તારના કોર્પોરેટરોએ સ્થળ પર જાતે ઉભા રહી સીસી રોડ ની કામગીરી શુ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે કે કેમ તેનું નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી.