#PATAN : અનોખો સેવાયજ્ઞ ચલાવતાં જેમ્સ ફાઉન્ડેશન અને શિવાય ગૃપ નાં સભ્યો દ્વારા પ્રસંગમાં વધેલ રસોઈ ભુખ્યાજનો સુધી પહોંચાડી.

જેમ્સ ફાઉન્ડેશન અને શિવાય ગૃપ ની સેવા પ્રવૃતિ સરાહનીય બની..

પાટણ શહેર અને જિલ્લામાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ સેવારત છે ત્યારે લગ્ન પ્રસંગ કે અન્ય ધાર્મિક સામાજિક ઉત્સવો દરમિયાન બનાવવામાં આવેલ રસોઈ વધે તો તે રસોઈ ભુખ્યા જનો સુધી પહોંચાડવા પાટણ શહેરમાં જેમ્સ ફાઉન્ડેશન પાટણ અને શિવાય ગ્રુપ દ્વારા સુતત્ય સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.


શુક્રવારના રોજ પાટણના વિસલવાસણા ગામે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન બનાવવામાં આવેલ કેટલીક રસોઈ વધતા આયોજકો દ્વારા સિદ્ધહેમ સેવા સંસ્થા નાં પ્રમુખ સ્નેહલ પટેલ નો સંપર્ક કરતાં તેઓએ પાટણમાં કાયૅરત જેમ્સ ફાઉન્ડેશન અને શિવાય ગૃપ નાં સભ્યો નો સંપર્ક કરી જણાવતાં ફાઉન્ડેશન અને ગૃપના સભ્યોએ તાત્કાલિક વિસલ વાસણા પહોચી વધેલી રસોઈ મેળવી જરૂરિયાત મંદ સુધી મોહનથાળ,2 શાક , પુરી, દાળ- ભાત ભોજન પ્રસાદનું પાટણ ખાતે સેવા વસ્તીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.


પાટણ ખાતે અનોખો સેવાયજ્ઞ ચલાવતાં જેમ્સ ફાઉન્ડેશન અને શિવાય ગૃપ નાં સભ્યો દ્વારા ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું જળ થાજો નાં મંત્ર ને સાચા અથૅ માં ચરિતાર્થ કરવામાં આવ્યું હતું.