#PATAN_CITY : રાજા ભગતની મેલડી માતાજી ની ભક્તિ સભર માહોલમાં રમેલ યોજાઈ…

ધર્મ ની નગરી પાટણ શહેરમાં ધાર્મિક તહેવારોની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે પાટણ શહેરના મીરા દરવાજા કુલડીવાસ રોડ ઉપર આવેલ રબારીવાસ ખાતે ના રાજા ભગતની મેલડી માતા નો અણમોલ અવસર ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.
આ ધાર્મિક પ્રસંગને લઈને આયોજિત રમેલ માં પાટણ પંથકના ભુવાઓએ માતાજીના ગુણગાન ગાય સવારે તેલ પુજા નો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.
આ ધાર્મિક પ્રસંગને સફળ રીતે દિપાવવા રાજા ભગતની મેલડી માતાજી નાં ભુવાજી મોતીભાઈ રાજાભાઈ રબારી પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.