#PATAN_CITY : મીરા દરવાજા સ્થિત શ્રી બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે માતાજી ની વષૅ ગાંઠ પવૅની ઉજવણી કરવામાં આવી..

મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા..

રાણા સમાજ પરિવારજનો સહિત વિસ્તારના ધમૅ પ્રેમી નગરજનો એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી..

ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક દેવી દેવતા નાં મંદિર ભક્તજનો નાં આસ્થા નાં પ્રતિક સમા શોભાયમાન બની રહ્યા છે.
પાટણ શહેરના મીરા દરવાજા સ્થિત શ્રી બહુચર માતાજીનુ મંદિર પરિસર ભક્તો નાં આસ્થાના પ્રતીક સમાન બની રહ્યું હોય દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વૈશાખ સુદ પાંચમના પવિત્ર દિવસે શ્રી બહુચર માતાજીના વષૅ ગાંઠ પવૅની ભક્તિ સભર કાર્યક્રમો વચ્ચે રાણા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે.

શુક્રવારના પવિત્ર દિવસે વૈશાખ સુદ પાંચમના રોજ રાણા સમાજ દ્વારા શ્રી બહુચર માતાજીના સાનિધ્યમાં વષૅ ગાંઠ પવૅની ઉજવણી કરવામાં આવી હતી.શ્રી બહુચર માતાજીના મંદિર ખાતે વષૅ ગાંઠ પવૅ નિમિત્તે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા.

આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં રાણા પરિવાર સહિત આજુબાજુના ધમૅ પ્રેમી નગરજનો એ ઉપસ્થિત રહી હવન યજ્ઞ નાં દશૅન પ્રસાદ નો લાભ લઇ માતાજીના વષૅ ગાંઠ પવૅ ની ઉજવણી ને યાદગાર બનાવ્યો હોવાનું રાણા સમાજ નાં યુવા આગેવાન જયેશભાઈ રાણાએ જણાવ્યું હતું.