#SIDDHPUR : રેલવે ટિકિટ બુકીંગ સેન્ટરના નવીન મકાનનુ પાટણ સાંસદ દ્વારા લોકાર્પણ કરાયું..

કાર્યક્રમમા પાટણના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ અમદાવાદ પશ્ચિમ રેલવે ડિવિઝન મેનેજર તરૂણ જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

સિદ્ધપુર શહેર રેલવે સ્ટેશન પર નવીન બનેલ ટિકિટ બુકીંગ ઓફિસનો શુક્રવારના રોજ લોકાર્પણ પાટણ જિલ્લાના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે કરવામાં આવ્યો હતો.જ્યાં પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગના મેનેજર તરૂણ કુમાર જૈન,સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય સહિત નગરપાલિકા સદસ્યો,શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.


આ કાર્યક્રમમા રેલવે ટ્રેનો ના સ્ટોપેજ અને ફૂટ ઓવરબ્રિજ, કાકોસી અને બિન્દુસરોવર અંડરપાસ માટે ધારદાર રજુઆત કરવામાં આવી હતી આ પ્રસંગે હાજર રહેલા સાંસદ ભરતસિંહ ડાભીએ રેલવેના પ્રશ્નો માટે દિલ્હી સુધી ધ્યાન દોરવા માટે ખાતરી આપી હતી.

અહીં ડી.આર.એમ.ની હાજરી હોવાના લીધે સિદ્ધપુરના રેલવેના લગતા પ્રશ્નો બાબતે મૌખિક રજુઆત સાથે લેખિત રજુઆત કરી હતી.અહીં હાજર રહેલાં શહેરના નાગરિકો તેમજ આગેવાનોએ લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હતી.

આ સમયે સિદ્ધપુર માંથી મોટી સંખ્યમાં પધારેલાં લોકોને હરિદ્વાર મેલ ટ્રેનના સ્ટોપેજ માટેની મંજૂરી માટે મદદરૂપ બનવા માટે અમદાવાદ પશ્ચિમ રેલવે મેનેજર તરુણકુમાર જૈન દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.