#PATAN : જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ પત્રકારો સાથે શુભેચ્છા મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો..

પાટણ જિલ્લાની પોલીસ જિલ્લાના પત્રકાર મિત્રો સાથે પરિવારની ભાવના સાથે જોડાયેલ છે :પોલીસવડા..

પાટણ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા વિજયકુમાર પટેલ સાથે શુક્રવારની સાંજે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો નો શુભેચ્છા મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પાટણ ગુજરાત સમાચાર, રખેવાળ અને 369 વેબ ન્યુઝ ચેનલ ના રિપોર્ટર યશપાલ સ્વામી, સંદેશ અને બુનિયાદ દૈનિક ના દિલીપસિંહ ઝાલા, દિવ્ય ભાસ્કર ડિઝીટલ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા નાં સુનિલ પટેલ, દુરદર્શન ભરત ચૌધરી,ઈટીવી ભાવેશ ભોજક,જીએસ ચેનલના અલ્કેશ પંડ્યા,મારો અવાજ પરેશ ઝાલા સહિતના મિત્રો દ્વારા જિલ્લા પોલીસ વડા નું શાલ અને બુકે થી સન્માન કરવામાં આવ્યું હતું.


સન્માન નો પ્રત્યુતર પાઠવતાં જિલ્લા પોલીસ વડા એ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને લોકો માં સુખ સમૃદ્ધિ અને શાંતિ, સલામતી બની રહે તે માટે હંમેશા પાટણ જિલ્લા પોલીસ તત્પર રહી કાયૅ કરતી રહેશે અને પત્રકાર મિત્રો સાથે પણ પરિવારની ભાવના સાથે જોડાઈ કામ કરશે તેવી હૈયાધારણા આપી પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો ને પોલીસ તરફથી પુરતો સહયોગ મળતો રહેશે તેમ જણાવી પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો..