#PATAN : જીવદયાપ્રેમી પરિવાર દ્વારા ગાયો માટે લીલી મકાઈ અને 5000 કિ.ગ્રા.સાગર દાણ અપૅણ કરાયું..

પાટણના સેવાભાવી નગરજનો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ની સાથે સાથે જીવદયા ની ભાવનાને પણ ઉજાગર કરી રહ્યા છે

ત્યારે શુક્રવારના રોજ કચ્છના નાના રણમાં બિરાજતા શ્રી વચ્છરાજ દાદાના ધામ માં ગાયોના નીરણ માટે પાટણ ના બળીયાપાડાના રહેવાસી શ્રીમતી ચંદ્રિકાબેન દિનેશભાઈ હીરાલાલ પટેલ પરિવાર દ્વારા લીલી મકાઈ 5000 કિલો ગ્રામ અને સાગર દાણ નુ દાન કરવામાં આવતા દાતા પરિવાર ની જીવદયાની સેવાકીય પ્રવૃત્તિ ને સૌએ સરાહનીય લેખાવી હતી.