#SIDDHPUR : નગરપાલિકા ના મહિલા પ્રમુખ ઉપર આક્ષેપો કરતી જાહેર હીતની અરજી હાઈકોર્ટે ફગાવી..

સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ-૨ ના આમઆદમી પાર્ટી સાથે સંકળાયેલ અપક્ષ સદસ્ય વિકાસ પટેલ દ્વારા તાજેતરમાં સિધ્ધપુર નગરપાલિકાના વર્તમાન મહીલા પ્રમુખ કૃપાબેન આચાર્યના વહીવટી નિર્ણયો તેઓના બદલે તેમના પતિ પૂર્વ મ્યુ.સદસ્ય મનિષભાઈ આચાર્ય લેતા હોવાના આક્ષેપ કરતી જાહેરહિતની અરજી રીઝનલ મ્યુનિસીપલ કમિશ્ર્નરને પ્રતિવાદી બનાવી ગુજરાત હાઈકોર્ટ માં કરવામાં આવી હતી. જેને નામદાર ગુજરાત હાઈકોર્ટની સ્પેશ્યલ બેન્ચ દ્વારા આ કોઈ કેસ બનતો નહી હોવાની ટીપ્પણી સાથે અરજીને ફગાવી દીધી હતી. આ સાથે કોર્ટે નોંધ કરી છે કે આ વહીવટી બાબત છે અને આવા વ્યકિતગત આક્ષેપો બાબતે રીઝનલ મ્યુ. કમિશ્ર્નર તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવા સક્ષમ હોય છે જેથી કોઈ જાહેર હીતનો કેસ બનતો ના હોવાથી આ અરજી નકારવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર નગરપાલિકામાં આ અગાઉ પ્રવિણાબેન રાવ,કુસુમબેન આચાર્ય,વર્નીલાબેન પરમાર,ડો.સુશીલાબેન પટેલ,પ્રજ્ઞાબેન ઠાકર, વર્ષાબેન પંડ્યા જેવી મહિલાઓ પ્રમુખપદે કાર્ય કરી ચુકી છે. પરંતુ આજદિન સુધી કોઈ મહિલા પ્રમુખોની વહીવટી ક્ષમતા સામે આવા આક્ષેપ કરી કોર્ટમેટર બનાવી મહિલાઓના ગૌરવ અને સન્માનને ઠેસ પહોંચાડી મહિલા સશક્તિકરણનું અપમાન કરાયું નથી તેઓ ગણગણાટ સાંભળવા મળ્યો હતો.