#SIDDHPUR : તાલુકાના વાધરોલ ખાતે જાફરી યંગસ્ટર ગૃપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ..

સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ટીમ સ્પ્રિટ સાથે ટુનૉમેન્ટ માં ભાગ લેવા અનુરોધ કર્યો..

ઉનાળા નાં વેકેશન માં યુવાનો દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નાં આયોજન કરવામાં આવતાં હોય છે ત્યારે સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામે જાફરી યંગસ્ટર ગ્રુપ વાઘરોલ દ્વારા જાફરી પ્રીમિયર લીગ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેનો શુભારંભ સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર ના હસ્તે રીબીન કાપી ને કરવામાં આવ્યો હતો.
ક્રિકેટ ટુર્નામેન્ટ નાં ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ખેલાડીઓને ટીમ સ્પ્રિટ સાથે કોઈ પણ સ્પધૉ રમવી જોઈએ.

દરેક સ્પધૉમાં એક જ ટીમ વિજેતા બનતી હોય છે.સ્પધૉ હાર જીત કરતા સ્પધૉમાં ભાગ લેવો મહત્વ નો છે તેમ જણાવી યુવાનો ને દરેક રમત માં ઉત્સાહ ભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટ નાં શુભારંભ પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય વદુસિંહ ઠાકોર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રૂપસંગજી ઠાકોર, પ્રવીણજી ઠાકોર, સમસુભાઈ મલેક, વાઘરોલ ગામના સરપંચ હસનભાઈ મુખી તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.