પાટણ સિદ્ધપુર હાઈવે માર્ગ પર રશિયન નગર નજીક થી પસાર થતી પેટ્રોલ કારમા ગરમી નાં કારણે આગ ભભૂકી..

પાલિકા ફાયર ફાઈટર સમયસર ધટના સ્થળે ન પહોંચતા કાર સળગી ને રાખ થઈ..

કારમાં લાગેલી આગના કારણે કોઈ જાન હાની ન સજૉતા લોકો એ હાસકારો અનુભવ્યો..

ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાઈવે પર નાં માર્ગો અંગારાની જેમ ધખધખતા હોય છે જેનાં કારણે કયારેક કયારેક માર્ગો પર થી પસાર થતા વાહનોનાં ટાયર ફાટવાની કે વાહનમાં આગ લાગવાની ઘટનાઓ સજૉતી હોવાનાં કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે ત્યારે આવો જ એક કિસ્સો ગત રાત્રે પાટણ શહેર નાં સિધ્ધપુર તરફના હાઈવે માર્ગ પર રશિયન નગર પાસે થી પસાર થતી પેટ્રોલ કારમાં ગરમી નાં કારણે આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
આ ધટના ની મળતી હકીકત મુજબ પાટણ શહેર ના રશિયન નગર નજીક થી ગત રાત્રિ ના સમયે એક કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કારના બોનેટના ભાગે થી ધુમાડા નીકળતા ચાલકે સમય સુચકતા વાપરી કાર રોડ સાઈડ ઉભી રાખી કાર માંથી નીચે ઉતરી ને બોનેટ ચેક કરે તે પહેલાં જ આગ ભભૂકી ઉઠી હતી.
રાત્રી ના સમયે કારમાં આગ લાગવાની ઘટનાને પગલે અફરા તફરી મચી જવાં પામી હતી. તો આગ નાં બનાવની જાણ પાટણ પાલિકા નાં ફાયર ફાઈટર ને કરવામાં આવી હતી પરંતુ કોઈ કારણસર પાલિકા નું ફાયર ફાઈટર સમયસર ધટના સ્થળે ન પહોંચતા કાર બળી ને રાખ થઈ જવા પામી હતી જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાન હાની ન થતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો. પેટ્રોલ ની આ કાર માં સખત ગરમી ને કારણે આગ લાગી હોવાનું કાર ચાલકે જણાવ્યું હતું.