#PATAN : તાલુકાના રાજપુર ગામના ખારી તળાવમાં કેમીકલ યુક્ત પાણી ભળતા અસંખ્ય માછલીઓ મોતને ભેટી..

ખોરસમ નું પાણી તાત્કાલિક છોડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ..

મૃત્યુ પામેલ માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાવાની ભીતી..

પાટણ શહેરના આનંદ સરોવર ની જેમ પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો નાં ગામ તળાવમાં કેમીકલ યુક્ત પાણી ભળતા તળાવમાં રહેલી માછલીઓના મોત નિપજતાં હોવાનાં બનાવો અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે શુક્રવારના રોજ પાટણ તાલુકાના રાજપુરના ગામ તળાવમાં કેમીકલ યુક્ત પાણી ભળતા અસંખ્ય માછલી મોતને ભેટી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ તાલુકાના રાજપુર ગામના ખારી તળાવ માં ગામનું ગટરો નુ કેમીકલ વાળુ પાણી ભળતા અને ખોરસમ નુ હાલમાં પાણી બંધ હોવાના કારણે તળાવમાં રહેલી હજારો માછલી ઓના મૃત્યુ નિપજતાં ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી તો ગ્રામજનોનુ માનવું છે કે તાત્કાલિક ધોરણે ખોરસમ નુ પાણી છોડવામાં નહીં આવે તો તળાવમાં રહેલી હજી હજારો જીવીત માછલી ઓના પણ મૃત્યુ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખોરસમ આધારીત નહેરો માં પાણી છોડવાની ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.
ગામ તળાવમાં કેમીકલ યુક્ત પાણી ભળતા અસંખ્ય માછલી ઓનાં મોતને લઈને અસહ્ય દુર્ગંધ સાથે રોગચાળો ફેલાવાની ભીતી પણ ગ્રામજનોમાં પ્રબળ બનવા પામી હોય આ મૃતક માછલી ઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનોમાં ઉઠવા પામી છે.