જિલ્લાકક્ષાના આયોજિત યોગ શિબિર કાર્યક્રમ ના સ્થળની પાટણ પાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ..

સ્વચ્છતા શાખાના ચેરમેન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાનું અભિયાન સરાહનીય બન્યું..

પાટણ તા.7
સ્વચ્છ ભારત અભિયાનને અનુલક્ષીને સ્વચ્છ પાટણની વિભાવનાને ચરિતાર્થ કરવા પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઇ અભિયાનની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે રવિવારના રોજ શહેરના ઉપવન બંગલો સામે ના મેદાન ખાતે આયોજિત જિલ્લા કક્ષાની યોગ શિબિર સ્થળ ની નગરપાલિકાના સ્વચ્છતા શાખા ના ચેરમેન ગોપાલસિંહ રાજપૂત દ્વારા સફાઈ કર્મચારીઓ પાસે સફાઈ શનિવારના રોજ કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક સમયથી પાટણ નગરપાલિકાની સ્વરછતા શાખા દ્વારા શહેરના મોહલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર સહિત હાઇવે માર્ગો પરની ગંદકી ઉલેચી શહેરને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે સ્વચ્તા શાખાના ચેરમેન દ્વારા નગરપાલિકાના સફાઇ કર્મચારીઓને વિવિધ વિસ્તારોમાં સફાઇ કામગીરી સોંપી આગવું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય. ત્યારે રવિવારના રોજ શહેરના ઉપવન બંગ્લોઝ ની સામે ના ખુલ્લા મેદાનમાં આયોજિત કરાયેલ જિલ્લાકક્ષાના યોગ શિબિર કાર્યક્રમને લઇને ઉપરોક્ત મેદાનની નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પાસે ચેરમેન દ્વારા સાફ સફાઈ કરાવી મેદાનને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું. નગરપાલિકાની સ્વરછતા શાખાની ઉપરોક્ત કામગીરી જિલ્લા પ્રશાસન દ્વારા સરાહનીય લેખાવવામાં આવી હતી.