અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા પાટણના અગ્રણી પ્રવીણભાઈ ગાંધીનું ટૂંકી માંદગી બાદ નિધન થતા પરિવારજનો સહિત નગરજનોમાં શોક છવાયો..

સ્વર્ગસ્થ ની અંતિમ યાત્રામાં પાટણના પ્રબુદ્ધ નગરજનો સહિત ડૉક્ટરો, બિલ્ડરો, પત્રકારો, સેવાકીય સંસ્થાઓએ જોડાઈ સ્વ.ના આત્માની શાંતિ અર્થે કામના વ્યક્ત કરી..

સ્વર્ગસ્થના આત્માની શાંતિ અર્થે રવિવારે સાંજે 4-30 થી 6-30ના સમય દરમ્યાન યમુના વાડી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું..

પાટણ તા.7
પાટણ શહેરના જાણીતા અગ્રણી અને જીવનપર્યંત અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે તન મન અને ધનથી સંકળાયેલા પ્રવીણભાઈ સોમાલાલ ગાંધી નું શુક્રવારના રોજ ટુકી માંદગી બાદ નિધન થતાં તેઓના પરિવારજનો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો અને વિવિધ સેવાકીય સંસ્થાઓમાં શોક ની કાલીમા છવાઈ જવા પામી હતી.
શુક્રવાર ની સાંજે તેઓના નિવાસ સ્થાને થી હિન્દુ સ્મશાન ભૂમિ સુધીની સ્વર્ગસ્થની નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પાટણના પ્રબુધ્ધ નગરજનો, સેવાભાવી સંસ્થાઓ, ડોક્ટરો, બિલ્ડરો, પત્રકારો સહિતના લોકો જોડાયાં હતાં અને સ્વર્ગસ્થના આત્માની શાંતિ અર્થે કામના વ્યક્ત કરી હતી.
સ્વર્ગસ્થ પ્રવીણભાઈ સોમાલાલ ગાંધી એ પાટણ શહેરની અનેકવિધ સેવાકીય સંસ્થાઓની સાથે સાથે ભૂખ્યા જનોની જઠરાગ્નિ ઠારવાનું કામ કરતી અગ્રણી એવી રામ રહીમ સંસ્થાનાં કાયૅવાહક અને જાણીતા બિલ્ડર યતીનભાઈ ગાંધી અને ડો.વિમલભાઈ ગાંધી નાં પિતા હતા.
સ્વર્ગસ્થ ના આત્માની શાંતિ માટે પરિવારજનો દ્વારા રવિવારના રોજ સાંજે 4-30 કલાકથી 6-30 કલાકના સમય દરમિયાન શહેરની યમુના વાડી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. પાટણ શહેરના જાણીતા સેવાભાવી અગ્રણી સ્વર્ગસ્થ પ્રવીણભાઈ સોમાલાલ ગાંધીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે તેવી પ્રભુ પ્રાર્થના સહ ઓમ શાંતિ..