સરસ્વતીના વામૈયા ખાતે પક્ષીઘર બનાવવા દાતા તરફ દ્વારા રૂ. 5 લાખથી વધુનું દાન અપૅણ…

પક્ષીઘર બનાવવા માટે દાન આપનાર દાતા પરિવાર નો ગામજનોએ આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.૭
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે આવેલા શ્રી જોગણી માતાના મંદિરના સાનિધ્યમાં દાતા ચોહાણ હરજીભાઈ શંકરભાઈ વામૈયા પરિવાર દ્વારા પક્ષીઘર બનાવવા માટે રૂ.૫.૧૧ લાખ નું માતબર દાન આપવામાં આવતાં સમસ્ત ગ્રામજનો દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી હતી.


દાતા ચૌહાણ હરજીભાઈ શંકરભાઈએ જણાવ્યું હતું કે, મારા વતન વામૈયા ખાતે પક્ષીઘર બનાવી રહ્યો છું તેના કારણે પક્ષીઓને ચોમાસામાં તેમજ ઉનાળામાં અને શિયાળામાં રહેવા માટેની ઉત્તમ સગવડ મળી રહેશે. આ પક્ષી ધરના કારણે મારા ગામ વામૈયાની શોભામાં વધારો થશે તેમ જણાવી અબોલ પક્ષીધર બનાવવાની ખુશી વ્યક્ત કરી હતી.