BJP ના મોટી સંખ્યામાં કાર્યકરોને જોઇને અન્ય પાર્ટીના આગેવાનોના છાતીના પાટીયા બેસી ગયા હશે – પાટીલ

આજે સીઆર પાટીલે વિપક્ષ અને આમ આદમી પાર્ટીને લઈને કેટલાક નિશાન સાધ્યા હતા. બીજેપી દ્વારા એક પછી એક રેલીઓ અને મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે મોટી જનમેદની જોવા મળી રહી છે. પાટીલે આજે આ બન્ને પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરોને જોઇને અન્ય પાર્ટીના આગેવાનોના છાતીના પાટીયા બેસી ગયા હશે તેમ પાટીલે કહ્યું હતું.આજે “વન ડે વન ડિસ્ટ્રીકટ” કાર્યક્રમ અંતર્ગત સુરત જીલ્લાના છત્રાલા શોપિંગથી અકાળમુખી હનુમાનજી મંદિર કડોદરા સુધી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભર ગરમીમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અહિયાં આવ્યા અને સ્વાગત કર્યુ તે બદલ આપ દરેક કાર્યકર્તાઓને વંદન.આજે મોટી સંખ્યામાં કાર્યકરોને જોઇને ઘણી પાર્ટીના આગેવાનોના છાતીના પાટીયા બેસી ગયા હશે. ગુજરાત ભાજપનો કાર્યકર જ્યારે કોઇ નિશ્ચય કરી આગળ વધે ત્યારે તે કાર્યકરોની અડફેટે આવનાર તમામ લોકોનો સફાયો થઇ જાય છે.છેલ્લા 2 વર્ષના કાર્યકાળમાં ભાજપના કાર્યકરોએ જાગૃત થઇને 2022ના લક્ષ્ય તરફ આગળ વધવાનું શરૂ કર્યુ છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અશ્વમેઘ યજ્ઞને રોકવાની કોઇની તાકાત નથી. ભાજપ પાસે સૈનિકો રૂપી કાર્યકર્તાઓની ભરમાર છે આજે ભાજપના કાર્યકરો દરેક જીલ્લામાં છે.