#PATAN : માલસુદ ખાતે શ્રી આશાપુરી માતાજી મંદિર પરિસર નો ભક્તિ સભર માહોલમાં પાટોત્સવ ઉજવાયો..

પાટોત્સવ નાં પવિત્ર પ્રસંગને લઈને મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા..

પાટણ જિલ્લાના હારિજ તાલુકાના માલસુદ ગામે આવેલ શ્રી આશાપુરી માતાજી મંદિર પરિસર નાં પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નાં ૩૩ વષૅ પૂર્ણ થતાં શનિવારના રોજ શ્રી આશાપુરી માતાજી મંદિર નો ભકિતમય માહોલ મા પાટોત્સવ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.


માલસુદ ગામે બિરાજમાન શ્રી આશાપુરી માતાજી મંદિર પરિસર ખાતે માતાજીના પાટોત્સવ પ્રસંગે આયોજિત હવન યજ્ઞ નાં યજમાન પદે તેમજ સમૂહ ભોજન પ્રસાદ નાં દાતા પરિવાર તરીકે ગં.સ્વ.જયાબેન રવિશંકર પ્રહલાદજી જોષી પરિવાર નાં ભાવનાબેન પ્રવિણકુમાર રવિશંકર જોષી પરિવારે લ્હાવો લીધો હતો.
શ્રી આશાપુરી માતાજી મંદિર પરિસર નાં પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ ઉપસ્થિત રહી હવન યજ્ઞ નાં દશૅન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.