#PATAN : સમસ્ત કંથરાવિયા નાનીસરા યુવા મિત્ર મંડળ દ્વારા ગુરૂ શ્રી ભિખનશાહ પીર તિથી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા..

ભિખનશાહ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળી : રાત્રે કવ્વાલી નો કાર્યક્રમ યોજાયો..

ગુરૂ શ્રી ભિખનશાહ પીર મંદિર નાનીસરા ના પ્રાગણ માં ગુરૂ શ્રી ની તિથી નિમિત્તે શોભાયાત્રા અને ભવ્ય કવ્વાલી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે વૈશાખ સુદ ના પ્રથમ શુક્રવાર ના રોજ શોભાયાત્રા નીકળે છે જે પંરપરાગત મુજબ નિભાવવા માં આવી હતી


કંથરાવિયા નાનીસરા પરિવારના અને પાટણ નગરપાલીકા વોર્ડ નંબર 2 આજ વિસ્તાર ના કોર્પોરેટર બિપીનભાઈ પરમાર એ જણાવ્યુ હતુ કે અમારા ગુરૂ શ્રી ભિખનશાહ પીર ગુરૂ શ્રી ખેગારસ્વામી એ સાથે રહીને અમારા પૂર્વજો વડીલો ને વચન આપ્યું હતું કે તમારાં વંશ માટે શેર માટી બાળક ની ખોટ પુરી થશે આ 500 વર્ષ જૂના ઈતિહાસ ની વાત છે ગુરૂઓએ નાનીસરાના કંદોરિયાઓએ દારૂ પીવો નહી તેવું વચન અમારા પૂર્વજો વડીલો ને આપેલ હતું અમે તે ટેક વચન ને જાળવી રાખી ત્યારથી અમારો કંથરાવિયા નાનીસરા પરીવાર વંશ આગળ વધી રહ્યો છે.


કંથરાવિયા પરીવાર ની શેર માટી બાળક ની ખોટ પુરી થતાં કંદોરિયા દીઠ સવાશેર પ્રસાદ રોટલી ચુરમુ‌ મળિદા નો પ્રસાદ કરવાનો રહેશે તેમ ગુરૂઓએ પૂર્વજ વડીલો ને કહ્યું હતું આજે પણ અમે આ પ્રસાદ કરીએ છીએ અને અમારી શેર માટી બાળક ની ખોટ ગુરૂઓ પુરી પાડે છે સાથે અમોને કોઈપણ પ્રકારની મુસીબતો થી બચાવે છે અમારી રક્ષા કરે છે.
આ ધાર્મિક પ્રસંગે શોભાયાત્રા નીકળી હતી જેમાં નાનીસરા પરીવાર તેમજ આજુબાજુના લોકો જોડાયા હતા.


નાના બાળક થી મોટા લોકો ગુરુજીની શોભાયાત્રામાં નાચ્યા ગરબા રમ્યા હતા શોભાયાત્રા પૂર્ણ થયા પછી ખીર નો પ્રસાદ ભાવિક ભકતો દ્વારા ગ્રહણ કરવામાં આવ્યો હતો. અને રાત્રે ભવ્ય કવાલી નો કાર્યક્રમ યોજાયો જેમાં કવ્વાલી ના સુપર સ્ટાર કલાકાર અમદાવાદ ગ્રુપ સલીમસાદ કવ્વાલી દ્વારા ગુરૂ શ્રી ભિખનશાહ પીર મંદિર એ કવ્વાલી ની રંગત જમાવી હતી.
આ ધાર્મિક કાર્યક્રમ સમસ્ત નાનીસરા કંથરાવિયા પરીવાર યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.