#PATAN : ગલોલી વાસણા ખાતે શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી..

શાળાનાં બાળકો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કેક કાપી એક બીજા નાં મો મીઠા કયૉ..

શાળાનાં પૂવૅ શિક્ષકો અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા..

ગલોલી વાસણા પ્રાથમિક શાળાની સ્થાપના તા. 07/05/1958 હોવાથી આજરોજ 7મી મે ના રોજ શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શાળાનાં સ્થાપના દિવસની ઉજવણી દીપ પ્રાગટય આને બાળાઓ દ્વારા પ્રાર્થના કરી કેક કાપી એક બીજા નાં મો મીઠા કરીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
શાળાનાં મુખ્ય શિક્ષક પ્રવિણસિંહ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન થકી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળામાં અગાઉના વર્ષોમાં ફરજ બજાવી નિવૃત્ત કે બદલી થયેલ શિક્ષકોને પુષ્પ ગુચ્છ અને બોલપેન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.


ગલોલી વાસણા શાળામાંથી ભણીને પોતાની કારકિર્દી બનાવનાર કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું તો શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં ધો. 3 થી 8 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બાળકોને કંપાસ પેટી, દ્વિતીય નંબર ને નોટબુક અને તૃતીય નંબરને બોલપેન શાળા પરિવાર તરફથી ઈનામ સ્વરૂપે આપવામાં આવેલ.
કાર્યક્રમમાં હાજર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાબુવંશી , બીટ કેળવણી નિરીક્ષક સુરેશભાઈ દેસાઈ તેમજ BRC.Co મનિષસિંહ ચૌહાણ દ્વારા શાળા પ્રગતિ કરે એવા સૂચનો સાથે પ્રેરણા આપવામાં આવી હતી.


કાર્યક્રમમાં ગામના સરપંચ કોકિલાબેન ઠાકોર,SMC અધ્યક્ષ પ્રવિણજી ઠાકોર, શિક્ષણ વિદ કાંતિભાઈ દેસાઈ એ હાજર રહી શાળાના સ્ટાફને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે સાથે કાર્યક્રમમાં SMC સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
આચાર્ય પ્રવિણસિંહ પરમાર દ્વારા હાજર તમામ મહાનુભાવો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.