#PATAN : નગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બા માં પુરેલા ઢોરો ને દાતા પરિવાર દ્વારા ૫૦૦ પૂળા સુકા ઘાસના અપૅણ કરાયા..

ઢોર ડબ્બા કમૅચારીઓ દ્વારા દાતા પરિવાર ની જીવદયા પ્રવૃતિને સરાહનીય લેખાવી આભાર વ્યક્ત કર્યો..

પાટણ નગર પાલિકા સંચાલિત ઢોર ડબ્બામા પકડીને પુરવામાં આવેલ ઢોરોને શનિવારના રોજ પાટણ ના રહીશ શ્રીમતી ચંદ્રિકાબેન દિનેશભાઈ પટેલ દ્વારા સૂકા ઘાસ નુ દાન કરવામાં આવ્યું હતું.
દાતા પરિવાર દ્વારા સૂકા જુવારના પૂળા અને સૂકી પરાળ આશરે પાંચસો જેટલા પૂળા નુ દાન કરવામાં આવતા પાલિકા દ્વારા પકડવામાં આવેલા ઢોર ડબ્બા નાં ઢોરોને એકાદ માસ સુધી ઘાસચારા ની સમસ્યા માંથી છુટકારો મળશે તેવું ઢોર ડબ્બા નો રખરખાવ કરતા કમૅચારીએ જણાવ્યું હતું.
આ અગાઉ પણ પાટીદાર સમાજના એક જીવદયાપ્રેમી વડીલ દ્વારા ઘઉંની પ્રાળ નુ ભૂસુ એક ટ્રેકટર જેટલું દાન ઢોર ડબ્બા ને અપૅણ કરવામાં આવ્યું હોવાનું જણાવી જીવદયા ની ભાવનાને ઉજાગર કરવા બદલ પાલિકા ના ઢોર ડબ્બાના કર્મચારી જયેશભાઈ પંડ્યા અને સ્ટાફે દાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.