#PATAN : આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું..

યોગ જાગરણ માટે ટુ વ્હીલર મહા રેલી શહેરના રાજમાર્ગો પરથી નિકળતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું…

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ , વિભાગ ના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા વહીવટી તંત્ર પાટણના માર્ગદર્શન નીચે જીલ્લા રમત – ગમત અધિકારીની કચેરી , જીલ્લાના યોગબોર્ડ દ્વારા ચાલતા પાટણ જીલ્લાના ગ્રામ્ય કક્ષા ,સોસાયટી કક્ષા ના અને તાલુકા કક્ષા ના યોગ સેન્ટરો દ્વારા પાટણ જીલ્લાના નાગરિકો ને સ્વસ્થ જીવનશૈલી અને નીરોગી જીવન જીવવા પ્રોત્સાહિત કરવાનો હેતુ સર દેશના વડાપ્રધાન ના યોગમય ભારતના સ્વપ્ન ને સાકાર કરવા માટે તથા યોગમય પાટણ બનાવવા યોગ પર ચર્ચા અને યોગ સંવાદ કાર્યક્રમ તા .૭.૫.૨૦૨૨ શનિવાર બપોરે ૩.૩૦ થી ૬.૦૦ કલાક ના સમય ગાળા દરમિયાન પાટણ ની એચ એન જી યુ ના કનવેન્સન હોલ નં. 2 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.


સંવાદ કાયૅક્રમ પૂર્ણ થયા બાદ કન્વેશન હોલ ખાતે થી યોગ જાગરણ ટુ – વ્હીલર – મહા રેલી પ્રસ્થાન થઇ રેલ્વે ફાટક, પાલીકા બજાર, રેલ્વેસ્ટેશન, મહાત્મા ગાંધી સર્કલ ,પ્રગતી મેદાન, સુભાસચોક, બગવડા દરવાજા,જુનું બસ સ્ટેસન, આદર્શરોડ,રેલ્વે ફાટક, ટીં બી ત્રણ રસ્તા થઈને યોગ શિબિર ગ્રાઉન્ડ ખાતે સંપન્ન કરવામાં આવી હતી.


રેલી નુ બગવાડા દરવાજા ખાતે પાલિકા નગરપાલિકા વોટર વર્ક્સ સમિતિ ના ચેરમેન દીક્ષિત પટેલ, પત્રકાર યશપાલ સ્વામી અને કસારવાડા યુથ કલબના સભ્યો સહિત પાટણ ના નગરજનો દ્વારા રેલી નું અને યોગ સેવક શિશપાલજી નું સ્વાગત સન્માન કરાવવામાં આવ્યું હતું .


રવીવાર નાં રોજ સવારે ૫.૩૦ થી ૭.૩૦ કલાક દરમિયાન ઉપવન બંગલોઝ ની બાજુમાં , ટી.બી.ત્રણ રસ્તા , પાટણ ખાતે ભવ્ય યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે તો આ કાર્યક્રમમાં યોગ સેવક શિશપાલજી ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઉપસ્થિત રહી યોગ પર ચર્ચા અને યોગ સંવાદ કરશે. આ કાર્યક્રમ શહેર ની સોસાયટીઓ , સંસ્થાઓ , સરકારી કચેરીઓ, સમાજના દરેક નાગરિકો , સભ્યો , હોદ્દેદારો મોટી સંખ્યામાં ભાગ લેવા માટે અને આ કાર્યક્રમ માં જોડાવવા માટે પહોંચે તે માટે રમત ગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી.