#PATAN : શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા સુંદરકાંડ નું પઠન કરવામાં આવ્યું..

સ્વામી ઓરકેસ્ટ્રાનાં કમલેશ સ્વામી,રાકેશ સ્વામી અને તેમનાં કલાવૃદ દ્વારા સંગીતમય માહોલમાં સુંદરકાંડ નું પઠન કરાયું…

પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત પાટણના ધમૅપ્રેમી નગરજનો ઉપસ્થિત રહી સુંદરકાંડ માં સહભાગી બન્યા..

પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ના મંદિર પરિસર ખાતે શનિવારની પવિત્ર સંધ્યાએ પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા રામ ચરિત માનસ કૃત સંગીતમય સુંદર કાંડ નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.


શ્રી પદ્મનાભજી ભગવાનના સાનિધ્યમાં આયોજિત કરવામાં આવેલ આ સુંદર કાંડ નું પઠન પાટણના જાણીતા સ્વામી ઓરકેસ્ટ્રા નાં ઓર્ગેનાઇઝર કમલેશભાઈ સ્વામી અને રાકેશભાઈ સ્વામી સહિત તેમના કલાવૃંદ દ્વારા કરવામાં આવ્યું હતું.આ સુંદર કાંડ નાં ભકિતમય કાયૅક્રમ માં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ધમૅ પ્રેમી પરિવારજનો સહિત પાટણના ધમૅપારાયણી નગરજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.


પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા સૌ પ્રથમવાર શ્રી પદ્મનાભજી ભગવાનના સાનિધ્યમાં આયોજિત રામ ચરિત માનસ કૃત સંગીતમય સુંદર કાંડ નાં ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા યુથ ક્લબના સેવાભાવી યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.