#PATAN : પંથકના ચોક માં સંત શ્રી સદારામ બાપુ ની વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કરવા સી આર પાટીલ નું આહ્વાન…

શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ પાટણ સમૂહ લગ્નોત્સવ સમિતી દ્વારા કોઈટા મુકામે સમુહ લગ્નોત્સવ 2022 યોજાયો..

સમુહલગ્ન માં 53 નવ દંપતીઓએ સમાજની સાક્ષીએ સમાજના રિત રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં માંડ્યાં..

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઇટા મુકામે શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ પાટણ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ 2022 રવિવારના શુભ દિને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ ના અધ્યક્ષ સ્થાને ઠાકોર સમાજ નાં રિત રિવાજ મુજબ હર્ષોલ્લાસ પૂર્ણ વાતાવરણમાં યોજાયા હતા.


પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઇટા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજ ના સમૂહ લગ્નોત્સવ માં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહી 53 નવદંપતી ને આશીર્વાદ આપી આયોજકોને પણ અભિનંદન પાઠવ્યા હતા તેમણે વ્યક્તિગત 2.51 લાખ રૂપિયા સમુહ લગ્ન પ્રસંગે દાનમાં આપ્યા હતા.


ઉપરાંત ઉત્તર ગુજરાતના સંત સદારામ બાપા કે જેમણે સમાજમાં વ્યસનમુક્તિ માટે સમગ્ર જીવન પર્યંત કામ કર્યું હતું તેમની યાદમાં પાટણ પંથકના કોઈ ચોકમાં તેમની પ્રતિમા મુકાઈ તેવી ઈચ્છા પ્રગટ કરી તેના માટે તેઓએ પણ મદદરૂપ બનવાની ખાતરી આપી હતી.


સમૂહ લગ્નોત્સવ માં ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, મંગાજી ઠાકોર, ઉમેદજી ઠાકોર વગેરે રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ પાટણ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ભોજન નાં દાતા તરીકે ડેર ગામના ઠાકોર સમાજના યુવા આગેવાન મંગાજી ઠાકોરે લ્હાવો લીધો હતો

તો ગુજરાત રાજ્ય જીઆઇડીસી નાં પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂતે સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સમૂહ લગ્નોત્સવ સમિતી ને રૂ.2.51 લાખ નું માતબર દાન આપ્યું હતું.