#PATAN : શ્રી પંચાલ પ્રગતિ મંડળ દ્ધારા આયોજિત 31 માં સમુહ લગ્નમા 13 દંપતીઓએ પ્રભુતામાં પગરવ માંડ્યા..

પાટણના કુણઘેર મુકામે ચુડેલ માતાના ધામ ખાતે સમુહ લગ્નનું આયોજન કરાયું..

પાટણ જીલ્લા સહિત શહેરમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે પાટણ જીલ્લા સહિત શહેરમાં ઠેરઠેર લગ્નો અને સમુહ લગ્નો યોજાઈ રહ્યા છે. પાટણ જીલ્લાના કુણઘેર મુકામે આવેલ ચુડેલ માતાજીન ધામ ખાતે રવીવાર નાં રોજ શ્રી પંચાલ પ્રગતિ મંડળ દ્ધારા પંચાલ સમાજના 31 માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 13 જેટલા નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.


પાટણ જીલ્લાના કુણઘેર મુકામે આવેલ અને દેશ વિદેશમાં આસ્થાના ધામ તરીકે ઓળખાતા ચુડેલ માતાજીના સાનિધ્યમાં શ્રી પંચાલ પ્રગતિ મંડળ દ્ધારા આયોજિત આ 31 માં સમુહ લગ્નને સફળ બનાવવા મંડળના પ્રમુખ પંચાલ બંસીભાઈ અમૃતભાઈ, ઉપપ્રમુખ પંચાલ રાજુભાઈ નટવરલાલ , અને મંત્રી પંચાલ જયંતિભાઈ હેમચંદભાઈ તેમજ સહમંત્રી પંચાલ ચંદ્રકાન્ત મણીલાલ, ખજાનચી પંચાલ ભગવાનભાઈ જોઈતારામ દ્ધારા 13 જેટલા નવ દંમપતિ યુગલોને ભેટ સોગાદ આપી આશીર્વાદ અપ્યા હતા.


31માં સમુહલગ્નમાં મોટી સંખ્યામાં પંચાલ સમાજના જ્ઞાતિબંધુઓએ હાજર રહી સમુહલગ્નને સફળ બનાવ્યો હતો.