ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન નાં અધ્યક્ષ સ્થાને યોગ શિબિર યોજાઈ..

યોગ સેવક શિશપાલજી દ્વારા યોગ શિક્ષકોને કરાવ્યો યોગાભ્યાસ..

પાટણ તા.8
મહત્તમ લોકો ભારતીય સંસ્કૃતિની મહામુલી દેન- યોગાભ્યાસ પ્રત્યે પાટણ વાસીઓમાં જાગૃતિ વધે તેવા શુભાશયથી રવીવાર નાં રોજ ટી.બી. ત્રણ રસ્તા પાસેના ઉપવન બંગ્લોઝ પાસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરનો શુભારંભ બોર્ડના ચેરમેન શીશપાલના હસ્તે દિપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.


યોગ શિબિરમાં શીશપાલે યોગ શિબિરનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, કોરોના બાદ લોકોના જીવનમાં તણાવ, ચિંતા જેવી અનેક માનસિક તથા બી.પી., ડાયાબિટીશ, હાઈપર ટેન્શન સહિતની અનેક બિમારીઓ જોવા મળે છે. આવા સમયે યોગ થકી માનવીના તન-મનને જોડીને તેનામાં રહેલી શક્તિ વડે વ્યક્તિને તંદુરસ્ત બનાવવાનો મુખ્ય ઉદેશ્ય છે. યોગને લોકો જીવનનો એક ભાગ બનાવે અને ગામડાઓ થી લઈ શહેરભરના લોકો યોગમય બને તે માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે.જે. વૉરાએ યોગને શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ ગણાવી હતી.
આ યોગ શિબિરમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ સહિત વિવિધ યોગ સાધકો, યોગ કોચ તથા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.