ઘી રણુંજ ના.સહ.બેંકના સુવૅણ જયંતિ વષૅ ની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં સભાસદો સાથે જાહેર બેઠક યોજાઇ..

સુવૅણ જયંતિ વષૅ ને ધ્યાનમાં રાખીને માનવંતા ગ્રાહકો માટે બેંક દ્વારા સુવર્ણજયંતિ બોન્ડ બહાર પડાયા : ડી.જે.પટેલ..

બેંકની પ્રગતિને ધ્યાને રાખી સુવર્ણજયંતિ વર્ષ નિમિત્તે બાંધી મુદતની થાપણોના વ્યાજદરમાં કરાયેલ આકર્ષક વધારો…

પાટણ તા.૮
એક બીજાને આર્થિક રીતે મદદરુપ થવાની ભાવના સાથે પાટણના ગ્રામ્ય વિસ્તાર રણુંજ ખાતેથી શરુ થયેલ અને આજે પાંચ જેટલી શાખાઓ ધરાવતી વટવૃક્ષ બનેલ ઘી રણુંજ ના. સહકારી બેંક લી. ને ૫૦ વર્ષ પૂર્ણ થતા આ મંગલકારી અવસરે બેંકના માનવંતા ગ્રાહકો માટે બેંકના બોર્ડ ઓફ ડીરેકટરો દ્વારા સુવર્ણજયંતિ વર્ષ નિમિત્તે બાંધી મુદતની થાપણના વ્યાજદરમાં આકર્ષક વધારો કરવા સાથે સુવર્ણ જયંતિ બોન્ડ બહાર પાડવામાં આવેલ છે જેનો લાભ લેવા બેંકના ચેરમેન દ્વાર અપીલ કરાઇ છે.


પાટણના રણુંજ જેવા નાના ગામમાં વેપારીઓ તથા નગરજનોને આર્થિક રીતે મદદરુપ થવાની ભાવનાને ધ્યાને રાખી તા.૧૫-૨-૧૯૭૩ ના રોજ રણુંજ ગામમાંજ શરુ કરાયેલ અને ધીરે ધીરે વિશાળ ગ્રાહકવર્ગ સાથે શાખાઓ દ્વારા વટવૃક્ષ બનેલ ધી રણુંજ ના.સહ. બેંક લી. રણુંજને ચાલુ સાલે ૫૦ વર્ષ પુર્ણ થતા આ મંગલકારી અવસરને ધ્યાને લઇ બેંકના તમામ બોડૅ ઓફ ડીરેકટરો દ્વારા બેંકના ગ્રાહકો, શુભેચ્છકો તથા સભસાદો માટે સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે બાંધી મુદતની થાપણના વ્યાજદરમાં આકર્ષક વધારો કરવામાં આવેલ છે. આ ઉપરાંત સુવર્ણજયંતિ બોન્ડ પણ બહાર પાડવામાં આવેલ છે જેમાં રૂા. ર૦ હજારના ૩ વર્ષની મુદતે ૬.૬૮ ટકા વ્યાજ દરે પાકતી તારીખે રૂા. ૨૪૪૦૨ પ્રાપ્ત થશે.
આ સુવર્ણ જયંતિ ઓફરોના માનવંતા ગ્રાહકમિત્રોએ લાભ લેવા બેંકના ચેરમેન દશરથભાઇ જે. પટેલ દ્વારા અપીલ કરવામાં આવેલ છે. ધી રણુંજ નાગરીક સહકારી બેંકના ડીરેકટરોની દીર્ઘદૃષ્ટિને લઇ બેંકે ઉત્તરોત્તર પ્રગતિ કરી પાટણ સહીત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખુબ નામના મેળવી છે અને મોટો ગ્રાહકવર્ગ ઉભો થતાં બેંકની પ્રગતિ પણ ચોતરફ પ્રસરવા પામી છે.


આ સાથે સાથે બેંકની સુવર્ણજયંતિની ઉજવણીના વર્ષમાં ગ્રાહકો, શુભેચ્છકો તેમજ સભાસદો તરફથી બેંકની ઉજવણી તથા પ્રગતિ માટેના જરૂરી સુચનોથી લેખીત અથવા મૌખિક ચર્ચા કરવા રવીવાર નાં રોજ શહેરના શ્રી સિંધવાઇ માતાજીના મંદિરના પટાંગણ- પાટણ મુકામે જાહેર સભાનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે બેંક ની પ્રગતિ માં સહભાગી બનનારા સભાસદોને મહત્વ નુ પાસુ ગણાવી બેંકના વહીવટકતૉ ઓની દિધૅ દ્રષ્ટિ અને કામ કરવાની આગવી સુઝ બુઝ નાં કારણે આજે બેંક પ્રગતિના સોપાન સર કરી ૫૦ માં સુવૅણ વષૅ માં પ્રવેશી છે ત્યારે સભાસદો દ્વારા બેંકની નવીન યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે અન્ય મહાનુભાવો સહિત બેંકના ચેરમેન દશરથભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન સાથે સભાસદો ને માગૅદશૅન પુરૂ પાડ્યું હતું.