સ્વર્ગસ્થ પ્રવીણભાઈ ગાંધી ના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા રાખવામાં આવી..

સ્વ.ના આત્માને શાંતિ અર્થે પાટણના પ્રબુદ્ધ નગરજનો એ ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા..

પાટણ તા.૮
પાટણ શહેરના જાણીતા સેવાભાવી અગ્રણી અને બિલ્ડર પ્રવીણભાઈ સોમાલાલ ગાંધીનું ટૂંકી માંદગી બાદ શુક્રવારના રોજ નિધન થતાં પરિવારજનો સહિત પાટણની સેવાકીય સંસ્થાઓ અને પાટણના પ્રબુધ્ધ નગરજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઇ જવા પામી હતી.
રવિવારના રોજ સ્વર્ગસ્થના પરિવારજનો દ્વારા શહેરની યમુના વાડી ખાતે સ્વર્ગસ્થના આત્માની શાંતિ અર્થે આયોજિત કરાયેલ પ્રાર્થના સભામાં કરંડીયા વીરદાદા મંદિર સંકુલ નાં પ.પૂ.ગોપાલભાઈ પાઠક,પાટણ જિલ્લાના પૂર્વ કલેકટર જે.ડી.ભાડ, પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડ ભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિત પાટણનાં તબીબો, બિલ્ડરો, પત્રકાર મિત્રો, એડવોકેટો, વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓનાં સેવાભાવી આગેવાનો,કાયૅકરો તેમજ પાટણના પ્રબુદ્ધ નગરજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વગૅસ્થ ની ફોટો પ્રતિમા ને પુષ્પાંજલિ સાદર કરી શ્રધ્ધા સુમન સમર્પિત સાથે પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી સ્વગૅસ્થના પરિવારજનો ને સાંત્વના પાઠવી હતી.


સ્વર્ગસ્થ પ્રવીણભાઈ સોમાલાલ ગાંધી ની આત્માને શાંતિ અર્પે તેઓના પરિવારજનો દ્વારા આયોજિત કરાયેલ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવો,સગા સંબંધીઓ અને સ્નેહમિત્રો નો સ્વગૅસ્થ ના પુત્રો યતીનભાઈ ગાંધી અને ડો.વિમલભાઈ ગાંધી પરિવારે દુઃખની ધડી એ સહભાગી બનવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.