પાટણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિજનો નો ૧૪મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ ઉજવાયો..

૧૭ બટુકો એ શાસ્ત્રોક મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કર્યા..

સમુહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવને સફળ બનાવવા પ્રમુખ સહિત સમુહ યજ્ઞોપવિત સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી..

પાટણ તા.૮
શ્રી ઔદીચ્ય પ્રગતિ મંડળ પાટણ આયોજિત પાટણ તેમજ બહારગામ વસતા પાટણ તળના ઔ.સ. બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે નો ૧૪ મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ રવિવારના રોજ શહેરના બાલાજી પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
૧૪ માં સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવમાં પાટણના જાણીતા શાસ્ત્રી શ્રી શૈલેષભાઈ ત્રિવેદી દ્વારા ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, ગ્રહશાંતિ, ઉપનયન સંસ્કાર વિધિ, બટુક યાત્રા સહિતની શાસ્ત્રોકત મંત્રોચાર સાથે વિધિ કરાવવામાં આવી હતી.


૧૪ માં સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવની પૂર્વ સંધ્યાએ રાસ ગરબા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ ખાતે આયોજિત કરાયેલ શ્રી ઔદીચ્ય પ્રગતિ મંડળ પાટણના ૧૪ માં સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવને સફળ બનાવવા પ્રમુખ શૈલેષભાઈ જાની, ઉપપ્રમુખ ભારતીબેન ત્રિવેદી, મહામંત્રી શરદભાઈ આચાયૅ,ખજાનચી દક્ષેશભાઈ પાધ્યાય, સહમંત્રી ચંદ્રવદનભાઈ ત્રિવેદી, નયનભાઈ આચાર્ય, બ્રહ્મોદય સંપાદક હાર્દિકભાઈ રાવલ, યજ્ઞોપવિત સમિતિના ડો.પરિમલ જાની, હિતેષભાઇ આચાર્ય, જયેશભાઈ ત્રિવેદી, અશ્વિનભાઈ આચાર્ય, સુભાષભાઈ ત્રિવેદી, ભૂપેન્દ્રભાઇ રાવલ, કિરીટભાઈ ત્રિવેદી સહિતના કારોબારી સભ્યો અને ટ્રસ્ટી મંડળએ જહેમત ઉઠાવી હતી.