શ્રી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ પાટણ દ્વારા પત્રકાર યશપાલ સ્વામીનું અભિવાદન કરવામાં આવ્યું.

સમાજ દ્વારા કરવામાં આવેલ અભિવાદન બદલ પત્રકાર યશપાલ સ્વામી એ સહ હ્દય આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.૯
શ્રી ઔદીચ્ય પ્રગતિ મંડળ પાટણ આયોજિત પાટણ તેમજ બહારગામ વસતા પાટણના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે ૧૪ મોં સમુહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ રવિવારના રોજ શહેરના બાલાજી પાર્ટી પ્લોટ ખાતે સમાજ આગેવાનો ની ઉપસ્થિતિ માં ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.
શ્રી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ પાટણ દ્વારા આયોજિત આ સમુહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ પ્રસંગે આયોજકો દ્વારા પાટણના પત્રકાર યશપાલ સ્વામી ને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓની એક પોઝિટિવ પત્રકાર તરીકે ની આગવી ઓળખ ની સરાહના કરી બુકે દ્વારા અભિવાદન કરી
શ્રી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નાં આગેવાન ડો.પરિમલભાઈ જાની, રમેન્દ્રભાઈ અધ્યારૂ, સુભાષભાઈ ત્રિવેદી, ભારતીબેન ત્રિવેદી, યોગીની બેન વ્યાસ, શૈલેષભાઈ જાની સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
સન્માન નો પ્રત્યુતર આપતા પત્રકાર યશપાલ સ્વામી એ શ્રી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ પાટણના આગેવાનો નો સહ હ્દય આભાર વ્યક્ત કર્યો હતો.