ધારપુર સેજા નાં મહિલા તલાટીની અનિયમિતતા ને લઈને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારી..

પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની રજૂઆતના પગલે કાર્યવાહી કરાઈ..

પાટણ તા.૯
પાટણ તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરમાર નરેશ ભાઈ મંગળભાઈ દ્વારા ધારપુર સે જાના મહિલા તલાટી ની અનિયમીતતા બાબતે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી જેઓની રજૂઆતના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પાટણને હકિકત જાણવા સુચના આપવામાં આવતાં તેઓએ તાત્કાલિક ધારપુર સેજા નાં આંબલીયાસણ ગ્રામ પંચાયત ની મુલાકાત લેતા ફરજ પરના તલાટી નિતાબેન દેસાઈ પોતાના ફરજ સ્થળ પર હાજર મળેલ નહીં જે બાબતે તાલુકા વિકાસ અધિકારી ડો.અરવિંદભાઈ પ્રજાપતિ દ્વારા મહિલા તલાટી ને નોટિસ પાઠવી ખુલાસો મંગાવવામાં આવ્યો હોવાનું પાટણ તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર જણાવ્યું હતું.