પાટણના સેવાભાવી યુવા અગ્રણી સ્વ.બિપિનચંદ્ર પટેલ નાં આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ..

પાટણના પ્રબુધ્ધ નગરજનો સહિત સેવાભાવી સંસ્થાઓ ઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન સમર્પિત કરી આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી..

પાટણ તા.૯
પાટણ નાં યુવા સેવાભાવી આગેવાન બિપીનચંદ્ર ગણપતલાલ પટેલ નું તા.૮ મેં ને રવીવાર નાં રોજ ટુંકી માંદગી બાદ નિધન થતાં તેઓના પરિવારજનો સહિત મિત્ર વર્તુળ સહિત સેવાકીય સંસ્થાના આગેવાનો કાયૅકરો માં દુઃખની લાગણી છવાઈ જવા પામી હતી. સ્વ.ની અંતિમયાત્રા તેઓનાં પાટણ સ્થિત નિવાસ સ્થાન ઉપર થી નિકળી સિધ્ધપુર મુક્તિધામ ખાતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે અંતિમવિધિ કરવામાં આવી હતી.
સ્વ.ના આત્મા ની શાંતિ માટે તેઓનાં પરિવારજનો દ્વારા સોમવારે આયોજિત પ્રાથૅના સભા માં સ્વ.બિપીનચંદ્ર પટેલના સેવાભાવી મિત્ર વર્તુળ સહિત પાટણનાં પ્રતિષ્ઠિત નગરજનો, બિલ્ડરો, રાજકીય સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ એ ઉપસ્થિત રહી સ્વ.ની ફોટો પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલિ સમર્પિત કરી પ્રાથૅના કરી હતી.
સ્વ.બિપીનચંદ્ર પટેલ પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન અને ભારત વિકાસ પરિષદ પ્રાંત નાં આગેવાન જયેશભાઈ પટેલ નાં નાના ભાઈ અને ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ નાં કાકા દિકરા થતાં હોય તેઓ દ્વારા સ્વ ની પ્રાથૅના સભા માં ઉપસ્થિત સૌ સ્નેહીજનો નો પરિવાર પર આવી પડેલ દુઃખની ધડી એ આશ્ર્વાસન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.