ચાણસ્માના ટાકોદી ગામ નજીકથી દેશી બંદૂક સાથે ઈસમ ઝડપી લેતી પોલીસ..

પાટણ તા.૯
સમગ્ર પાટણ જીલ્લાની અંદર વધી રહેલી લૂંટ તેમજ અન્ય ગુનાખોરી ડામવા જિલ્લા ભરની પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી ગુનેગારોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે ચાણસ્માના ટાકોદી ગામેથી દેશી બનાવટની બંદૂક સાથે એક ઇસમને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા નાં ટાકોદી ગામ પાસે એસ.ઓ.જી પોલીસને મળેલ હકીકત મુજબ ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામે દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમ ફરે છે જેની સધન પૂછપરછ કરતા તેનું નામ સિંધી ડફેર રફિકભાઈ હકીમ ભાઈ ઉર્ફે ભોલો હમીરભાઇ ઉંમર વર્ષ 27 રહે મહેસાણા લશ્કરી કુવા રાધનપુર ચાર રસ્તા જીલ્લો મહેસાણા વાળા ને ઝડપી પાડી દેશી બનાવટની બંદૂક નંગ 1 કિંમત રૂ 3000 ના મુદ્દામાલ સાથે ઝડપી ચાણસ્મા પોલીસ મથકના હવાલે કરવામાં આવતાં વધુ તપાસ ચાણસ્મા પોલીસ ચલાવી રહી છે.