#PATAN : જનતા હોસ્પિટલ ખાતે આધુનિક લેબ.વિભાગ શરૂ કરવામાં આવ્યો..

જનતા હોસ્પિટલ નાં પ્રમુખ સહિતના મહાનુભાવો નાં વરદ્ હસ્તે લેબ.નુ ઉદ્ધાટન કરાયું..

મેડિકલ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટણ જનતા હોસ્પિટલમાં છેલ્લા ૨૧ વર્ષથી મેડીકલ સેવાઓ રાહત દરે આપવામાં આવી રહી છે.ત્યારે દર્દીઓની મેડિકલ સુવિધાઓ માં જનતા હોસ્પિટલ ખાતે બુધવારના રોજ વધું એક સુવિધા નો વધારો કરવામાં આવ્યો છે જેમાં જનતા હોસ્પિટલ ખાતે બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પાટણ જનતા હોસ્પિટલ ખાતે અતિ આધુનિક લેબોરેટરી વિભાગનું ઉદઘાટન હોસ્પિટલના પ્રમુખ મનસુખભાઇ પટેલ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.


અધતન લેબોરેટરી નાં આ ઉદ્ધાટન પ્રસંગે જનતા હોસ્પિટલના મેનેજીંગ ડાયરેક્ટર ડો.પ્રમોદભાઈ પટેલ, ડો. શરદ પટેલ, ડો. પ્રતિક શાસ્ત્રી, ડો. હિમાંશુ પટેલ, ડો, નીકુલ ઠક્કર, ડો. સાગર ગુપ્તા, ડો. મુનીન્દ્ર રાવલ, ડો. મિહિર દવે તથા જનતા હોસ્પિટલ નો ડોક્ટર્સ સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
પાટણ શહેરમાં દર્દીઓને રાહત દરે સારવાર આપતી જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલ ખાતે નવીન કાયૅરત કરવામાં આવેલ આધુનિક લેબોરેટરી દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવું ઉદ્ધાટન પ્રસંગે જનતા હોસ્પિટલના પ્રમુખ મનસુખભાઇ પટેલે જણાવ્યું હતું.