#KBC ના નામે ઠગાઈ…….. રૂપિયા 2.77 લાખ પડાવી લેતા બે ગઠીયા ઝડપાયા

પોલીસે જુદા-જુદા વ્યક્તિઓના ૧૬ એકાઉન્ટ તેમજ રૂ. ૪.૪૪ લાખ ફ્રીઝ કર્યા

નાગરિકો ને લોટરી લાગ્યા ની લાલચ આપી રૂ.૨.૭૭ લાખ પડાવી લેનાર ભેજાબાજ ટોળકી ના બે મુખ્ય આરોપીઓને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશ થી ઝડપી પાડ્યા હતા.

વડોદરા સાયબર ક્રાઈમ બાન્ચે આવી જ એક ટોળકી ના મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મૂળ મહારાષ્ટ્ર ના અને હાલ વડોદરા ના વાઘોડિયા રોડ પર રહેતા નાજુક ઇંગલે શેરડીનું કોલું ચલાવે છે. ગત એક એપ્રિલના રોજ નાજુક ને મોબાઈલ પર “કોન બનેગા કરોડપતિ” ના નામે રૂપિયા 25 લાખની લોટરી લાગ્યા નો ઘટાડો મેસેજ આવ્યો હતો. મેસેજ પર જણાવેલા નંબર પર ફોન કરતાં સામેથી આકાશ વર્મા વાત કરતાં હોવાનું જણાવી લોટરીના નાણાં મેળવવા ટેક્ષ ભરવાના નામે નાજુક ઇંગલે પાસેથી ફોન પે અને ગુગલ પે દ્વારા રૂ. ૨.૭૭ લાખ પડાવી લીધા હતા. બનાવ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધતા એસીપી હાર્દિક માકડીયા ના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સપેક્ટર બી એન પટેલ ની ટીમે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.સ્થાનિક પોલીસ ની મદદ લઇ વડોદરા પોલીસે ચીનહટ વિસ્તારમાં રહેતાં વિશાલ ભોલાપ્રસાદ વર્મા અને સંદીપ કુમાર કંસલાલ ની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી છેડછાડ કરેલા પાનકાર્ડ અને આધારકાર્ડ સહિત દસ્તાવેજો કબ્જે કર્યા હતા. પોલીસે ઠગ ટોળકીના અન્ય સાગરીતો ની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે જુદા-જુદા વ્યક્તિઓના ૧૬ બેંક એકાઉન્ટ તેમજ રૂ. ૪.૪૪ લાખ ફ્રીઝ કર્યા હતા. ઓનલાઈન મેસેજ કરી જુદી રીતે લાલચ આપી છેતરપિંડી કરવાના બનાવો વધી રહ્યા છે ત્યારે સતર્ક રહેવાની જરૂર છે.