#PATAN : ખેતીકામ કરી ગુજરાન ચલાવતા ખેડૂતના પુત્રએ A-1 ગ્રેડ મેળવ્યો..

એમબીબીએસનો અભ્યાસ કરી ડોક્ટર બની સમાજ સેવા કરવી છે : વિદ્યાર્થી પ્રિય પટેલ

પાટણ જિલ્લામાં ધો-12 સાયન્સના આવેલા પરિણામમાં A-1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા છે. જેમાં પાયોનિયર સ્ફુલ ઓફ સાયન્સનો વિધાર્થી પ્રજાપતિ મિહિર દીનેશકુમારે 650/599 માર્ક્સ મેળવ્યા છે. એસ.એમ. દેસાઈ ગોપાલક હાઈસ્કૂલના વિદ્યાર્થી પટેલ પ્રિય વિમલ કુમારે 650/592 માર્ક્સ મેળવ્યા છે. જ્યારે બલીસણાની સી.વી. વિધાલયના પટેલ વેદાંત નરેશભાઈ ગામ કણીએ 650/591 માર્ક્સ મેળવ્યા છે.
A-1 ગ્રેડ મેળવનારા દેસાઈ ગોપાલક હાઈસ્કૂલના વિદ્યાર્થી પ્રિય પટેલે પત્રકારો ને જણાવ્યું હતું કે, મારે એમબીબીએસમાં અભ્યાસ કરી ડોક્ટર બની સમાજ સેવા કરવી છે. પરિણામ બાબતે તેણે કહ્યું હતું કે હું રોજ 12 થી 13 કલાક વાચન કરતો હતો. તેના પિતા વિમલભાઈ એ જણાવ્યું હતું કે, હું સંડેર ગામમાં ખેતીકામ અને ઇલેક્ટ્રીક ની દુકાન ચલાવુ છું. છેલ્લા ત્રણ વર્ષથી બાળકને ભણાવવા માટે સંડેર ગામથી પાટણની આલાપ સોસાયટીમાં રહેવા આવ્યા છીએ મારા બાળકને એમબીબીએસ કરવું છે. ડોક્ટર બનવું છે તે દિવસમાં 12 કલાક વાંચતો હતો.
પાટણની પાયોનિયર ઓફ સાયન્સમાં અભ્યાન કરતા પ્રજાપતિ મિહિર દિનેશ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી પાટણ પ્રજાપતિ હોસ્ટેલમાં રહેતો હતો અને દિવસ દરમિયાન 12 કલાક જેટલું વાંચન કરતો હતો. જેને કોમ્પ્યુટર એન્જીનીયર બનવું છે. પિતા દિનેશ ભાઈ પરિવાર સાથે હારીજના અસલાડી ગામમાં ખેતી કરે છે.
પાટણના બાલીસણા ગામ સી.વી. વિધાલયમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વેદાંત પટેલને આઇટી એન્જીનીયર બનવું છે તેમ જણાવ્યું હતું. વેદાંત તેની મમ્મી અને બહેન જોડે બાલીસણા ગામે ભાડાના મકાનમાં રહે છે અને તેના પપ્પા જયપુરમાં આંગડીયા પેઢીમાં કામ કરતાં હોવાનું જણાવ્યું હતું.