#PATAN : ગુમ થયેલ રૂ.૩૫૦૦૦/- ભરેલી બેગ શોધી પરત અપાવતી પાટણ નેત્રમ ટીમ…

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ તથા ના.પો.અધિ. VISWAS Project Nodal officer શ એસ.એસ.ગઢવી પાટણનાઓ દ્વારા પાટણ જીલ્લા ખાતે VISWAS PROJECT અંતર્ગત લાગેલા કેમેરાઓનો મહત્તમ ઉપયોગ કરી જાહેર જનતાને વધુમાં વધુ મદદરૂપ થઇ પોલીસ પ્રજાનો મિત્ર બને જે બાબતની સુચના આપેલ હતી.
તા.૧૨/૦૫/૨૦૨૨ ના રોજ અરજદાર પુરોહિત દિનેશભાઇ ડાહ્યાભાઇ રહે. દુનાવાડા નાઓની રૂપીયા ૩૫૦૦૦/- ભરેલી બેગ પંચમુખી કોમ્પલેક્ષ,વેરાઇ ચકલા પાસે દાવતની દુકાનમાંથી ગુમ થતાં CCTV કેમેરા જોવા તથા બેગ શોધી આપવા બાબતે નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પાટણનો સંપર્ક કરતાં નેત્રમ ટીમ દ્વારા VISWAS Project હેઠળ લાગેલા CCTV કેમેરા ચેક કરી બેગ લઇ જનાર બાઇક ચાલકની ઓળખ કરી વ્હીકલ નંબર GJ24R3506 મેળવી વ્હીકલ નંબરના આધારે અજાણ્યા બાઇક ચાલકનો સંપર્ક કરતાં તેઓ દ્વારા જણાવેલ કે એક જ જેવી બેગ હોઇ અમો શરત ચુકથી બેગ લઇ ગયેલ હતાં. આમ, બેગ લઇ જનાર વ્યક્તિનો સંપર્ક કરી અરજદારની ૩૫૦૦૦/- રૂપીયા ભરેલી બેગ ગણતરીની મીનીટોમાં પરત મેળવી અરજદારને પરત અપાવેલ છે.
CCTV કેમેરાની મદદથી નેત્રમ કમાન્ડ કંટ્રોલ પાટણ દ્વારા ગુમ થયેલ બેગ ગણતરીની મીનીટોમાં શોધી મુળ માલીકને પરત સોંપતા માલિક દ્વારા નેત્રમ ટીમ પાટણ તથા પાટણ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો.