#PATAN : યોજાયેલી જિલ્લા કક્ષાની એથ્લેટિકસ સ્પર્ધામાં 4 ગૃપના 855 સ્પધૅકોએ ભાગ લીધો..

પાટણ ખાતે આયોજિત બે દિવસીય સ્પર્ધા વિવિધ સ્પધૉઓનું આયોજન કરવામાં આવ્યું હતું..

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વિભાગ ગાંધીનગરની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, પાટણ દ્વારા સંચાલિત ખેલમહાકુંભ-2022નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લાકક્ષા ખેલ મહાકુંભની એથ્લેટીક્સ ભાઈઓ- બેહેનોની સ્પર્ધા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,પાટણ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી,પાટણ ખાતે બે દિવસ આયોજન કરવામાં આવ્યું હતું.


આ સ્પર્ધામાં અં-11, અં-14, અં-17, ઓપન એજ એમ કુલ 4 વય ગૃપના 550 ભાઈઓ અને બીજા દિવસે 305 બહેનોએ ભાગ લીધો હતો.
આ સ્પધૉ પ્રસંગ વીરેન્દ્ર સી. પટેલ, જીલ્લા રમત-ગમત અધિકારી, પાટણ, બાબુભાઈ ચૌધરી તથા દિપલબેન રાવલ પ્રાંત યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી
પાટણ તથા તાલુકાના કન્વીનારો અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ રમતોત્સવમાં દોડ,કુદ અને ફેક વિભાગમાં ઉત્સાહપૂર્વક ખેલાડીઓ ભાગ લેવા માટે જોડાયા હતા. આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર ખેલાડીઓ આગામી રાજ્યકક્ષાએ યોજાનાર સ્પધૉમાં ભાગ લેવા માટે જશે તેવુ જિલ્લા રમતગમત અધિકારી વીરેન્દ્ર પટેલે જણાવ્યું હતું.