#PATAN_CITY : પાલિકા દ્વારા કરોડો રૂપિયા નાં ખર્ચે કાયૅરત કરવામાં આવેલ ભૂગર્ભ ગટર સુવિધા શહેરીજનો માટે દુવિધા રૂપ બની..

શહેરના વોર્ડ નં 10 સહિત વિવિધ વિસ્તારોમાં અવાર નવાર ચોક અપ બનતી ભૂગર્ભ ગટરો..

ભૂગર્ભ ગટર નાં દુષિત પાણી માર્ગો પર નદી ની જેમ રેલાતા લોકો પરેશાન..

એક તરફ ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ નગરપાલિકા નાં સત્તાધારી પક્ષના જ સતાધીશો ની નિષ્ક્રિયતા ને લઈને શહેરીજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી હોય તેવી પ્રતિતિ થઈ રહી છે જેમાય ખાસ કરીને લધુમતિ સમાજ નાં લોકો જે વિસ્તારમાં વધું રહેતાં હોય તેવા વોડૅ નં 9 અને 10 રહિશો ની અનેક વણ ઉકેલાયેલ સમસ્યાઓ ને લઈને હાલત દયનિય જોવાં મળી રહી છે.


પાટણ શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર માં પાલિકા દ્વારા કરોડો નાં ખર્ચે ભૂગર્ભ ગટર યોજના કાયૅરત બનાવવામા આવ્યા બાદ તેની સધળી જવાબદારી કોન્ટ્રાક્ટરે ને સોંપવામાં આવી છે પરંતુ ભૂગર્ભ ગટર નાં કોન્ટ્રાક્ટર ની અણ આવડત અને પાલિકા સત્તાધીશો ની નિષ્ક્રિયતા ને કારણે અવાર નવાર શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઈન ચોક અપ બનવાનાં કારણે દુષિત પાણી ની નદીઓ વહેતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે આ સમસ્યા નાં નિરાકરણ માટે શહેરીજનો દ્વારા પાલિકા ખાતે અનેક વખત રજૂઆતો કરવા છતાં ભૂગર્ભ ગટર ની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં પાલિકા તંત્ર વામણું પુરવાર બન્યું છે.
શહેરના વોર્ડ નં 10 માં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર ચોક અપ બનવાની સાથે સાથે ભૂગર્ભ ગટર માં ભંગાણ નાં બનાવો સજૉતા અવાર નવાર આ વિસ્તારના માર્ગો પર દુષિત પાણી ની નદીઓ વહેતા વિસ્તારના રહીશો સહિત માર્ગ પર થી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો સાથે વેપારીઓ ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે. તો દુષિત પાણી નાં કારણે રોગચાળો ફેલાવાની ભીતી પણ પ્રબળ બની રહી હોય પાલિકા સત્તાધીશો શહેરમાં અવાર નવાર ઉભરાતી ભૂગર્ભ ગટર ની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ સાથે પાલિકા સત્તાધીશો સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.