#PATAN : ભાજપના યુવા કાર્યકર ની પત્ની ના જન્મદિવસની ખુશી માં સહભાગી બનતા બોલીવુડ એક્ટર્સ રણવીર સીંહ..

જાણીતા બોલીવુડ એક્ટર્સ રણવીરસીંહ અમદાવાદ ખાતે જયેશભાઈ જોરદાર નામની ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા ત્યારે રણવીરસિહના ખાસ ફ્રેન્ડ અને તેઓનાં પરિવાર સાથે નાતો ધરાવતા પાટણ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર શ્યામ દેસાઈએ તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા.


શ્યામ દેસાઈ અને રણવીરસિહે આખો દિવસ સાથે વિતાવી સાંજે શ્યામ દેસાઈ ની પત્ની ની જન્મ દિન પાર્ટીમાં આશ્રમ રોડ પર આવેલ હયાત રેજન્સી હોટલ ખાતે રણવીરસિહે હાજર રહી કેક કાપી શ્યામ દેસાઈ ના પત્ની નું મોં મીઠું કરાવી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.


શ્યામ દેસાઈએ રણવીરસિહ ને પોતાના પરિવારનો પરિચય કરાવી પરિવારની ભાવનાને ઉજાગર કરતાં બોલીવુડ એક્ટર્સ રણવીરસિહે શ્યામ દેસાઈ અને તેમનાં પરિવારજનો નો સહ હ્દય આભાર વ્યક્ત કર્યો હતો.