#PATAN : તાલુકાના સાપ્રા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી ખોડીયાર માતાજી નો પંચ કુંડાત્મક પ્રાણપ્રતિષ્ઠા મહાયજ્ઞ યોજાયો..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લીધો..

પાટણ તાલુકાના સાંપ્રા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા શુક્રવારના પવિત્ર દિવસે આયોજિત કરાયેલા શ્રી ખોડીયાર માતાજીનો પંચકુંડાત્મક પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહા મહોત્સવ પ્રસંગે પાટણના પનોતાં પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે ખાસ ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.


પાટણ તાલુકાના સાંપ્રા ખાતે ભક્તિ સભર માહોલમાં સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત કરાયેલા શ્રી ખોડીયાર માતાજી નાં પંચકુડાત્મક મહા યજ્ઞ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવની સરાહના કરી સમસ્ત ગ્રામજનો માં હમેશા ભાઈ ચારો બની રહે તેવી શુભેચ્છા સાથે શ્રી ખોડીયાર માતાજી સમસ્ત ગ્રામજનો ને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે તેવી કામના સાથે વિશ્વ કલ્યાણ માટે પ્રાથૅના કરી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.


આ ધાર્મિક પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિત પાટણ નાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ,પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ,પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.