#PATAN : શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ નું સન્માનિત ગૌરવ..

કોલેજ ની વિધાર્થીની ને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા કોલેજ પરિવાર દ્વારા રૂ.25 હજારનું પુરસ્કાર અપૅણ કરાયું..

શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણ ની વિદ્યાર્થીની કુ. નિરમા ઠાકોરે કોલેજ તેમજ પાટણ નગર માટે ખેલ જગત માં ગૌરવ અપાવતી સિદ્ધિ ઓ મેરેથોન દોડ મા પ્રાપ્ત કરી છે. તેઓની આ સિદ્ધિ ઓને બિરદાવવા તાજેતરમાં ગુજરાત ના ૬૨ માં સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ ની ઉજવણી દરમ્યાન ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સન્માનપત્ર આપી ને નવાજવામાં આવેલ હતા. કોલેજ ની વિદ્યાર્થીની ને પ્રોત્સાહિત કરવા આર્ટસ કોલેજ, પાટણ અને NGE સોસાયટી, મુંબઈ દ્વારા ₹.૨૫૦૦૦/- નો ચેક આપીને સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થા ના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડૉ. જે. એચ. પંચોલી, કોલેજના આચાર્ય ડો. લલિત એસ. પટેલ, ઉપેન્દ્રભાઈ ધ્રુવ સહિત સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો અને નિરમા ઠાકોર ને શુભેચ્છાઓ પાઠવી હતી.