#PATAN : વામૈયા ખાતે સમસ્ત નાયી પરિવાર દ્વારા મેલડી માં તથા જહુ માતાજીનો યજ્ઞ કરાયો..

યજમાન પરિવારજનો એ યજ્ઞ નો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ખાતે વૈશાખ સુદ બારસને શુક્રવારના દિવસે સમસ્ત નાયી પરિવાર દ્વારા મેલડી માતાજી તેમજ જહું માતાજી નો યજ્ઞ કરવામાં આવ્યો હતો.
આ ધાર્મિક પ્રસંગે નાયી ભગાભાઈ શંભુભાઈ, રમેશભાઈ શંભુભાઈ, નાયી ધર્મેશભાઈ કેશવલાલ,નાયી ગણપતભાઇ શંભુભાઈ, નાયી લીલાભાઇ શંભુભાઈ, નાયી કિરણભાઈ વેલજીભાઈ, નાયી વિષ્ણુભાઈ શંભુભાઈ, નાયી પ્રકાશભાઈ શંભુભાઈ, માતાજીના ભુવાજી નાયી શૈલેષકુમાર બાબુલાલ,નાયી વિપુલભાઈ પ્રવીણભાઈ , દશાવાડા,નાયી શંકરભાઈ ચંદુભાઈ,નાયી જયેશભાઈ દિનેશભાઈ પરિવારે યજમાન પદનો લ્હાવો લીધો હતો.


આ પ્રસંગે ભોજન ના દાતા નાયી ગણપતભાઇ શંભુભાઈ પરિવાર, યોગેશ (ભૂર્યો) એ લ્હાવો લીધો હતો.
વામૈયા સમસ્ત પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને માતાજીની આરતી કરવામાં આવી હતી ગ્રામજનો અને માઇભકતો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.