#SIDDHPUR : ઠાકોર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતી દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો…

૭૩ નવ દંપતીઓએ સમાજની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં..

સમાજ આગેવાનો સહિત સંતો મહંતો એ નવજીવન ની શુભકામના સાથે આશિર્વાદ પાઠવ્યા..

સિદ્ધપુર ખાતે સિદ્ધપુર તાલુકા ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૩ નવ દંપતિઓ એ સમાજ સાક્ષીએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.


આ સમુહ લગ્નોત્સવ ના અધ્યક્ષ તરીકે ગાંધીનગર ધારાસભ્ય સી. જે. ચાવડા , પૂજ્ય માં કનકેશ્વરી દેવી, પ. પૂ. જાનકીદાસ બાપુ, પ. પૂ. દાસ બાપુ, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ ના અધ્યક્ષ અભિજીત સિંહ બારડ, પાટણ જિલ્લા પ્રભારી રામજીજી ઠાકોર, પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ જીબાજી ઠાકોર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અભેસિંહ ઠાકોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથ ભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઇ મોકણોજીયા, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, તેમજ સામાજિક, રાજકીય આગેવાનો, સંત મહંતો, તેમજ અન્ય સમાજ ના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી નવદંપતીઓને નવજીવનની શુભેચ્છાઓ સાથે આશિર્વાદ આપ્યા હતા.


સમસ્ત કાર્યક્રમ નું આયોજન સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.