#PATAN : સમી ટેકાના ભાવે ચણા ખરીદ વેચાણમાં કૌભાંડ આચરાયા ની ખેડૂત ની રાવ…

વેપારીઓએ ખેડૂતો પાસેથી નીચા ભાવે ખરીદી કરી ટેકાના ભાવે ચણા વેચાણ કયૉનો આક્ષેપ..

આ ચણા કૌભાંડ મામલે સરકાર દ્વારા તટસ્થ પણે તપાસ થાય તો મોટું ચણા કૌભાંડ બહાર આવે તેવી શક્યતા..

સરકાર દ્વારા ખેડૂતા ને સિઝનના ચણાના પાકને લઘુત્તમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં સરકારે ગુજકોમાસોલ દ્વારા સમી તાલુકા કૃષિ બિયારણ મંડળીને ટેકાના ભાવે ચણા ખરીદ વેચાણ કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં કુલ 1800 જેટલા ખેડૂતોના નામે ચણા વેચાણની ઓન લાઇન નોધણી કરવામાં આવી હતી. જે પૈકી 1450 જેટલા ખેડૂતોના નામે ટેકાના ભાવે ચણા વેચાણ કરવામાં આવ્યા છે.
ત્યારે ઉપરોકત ખેડૂતોના નામે નોંધણી કરવામાં આવી છે. તેમાં મોટા ભાગના વેપારીઓએ ખેડૂતોના નામે ખોટી રીતે વાવેતરના દાખલા મોબાઈલ નંબરો ખોટા રજૂ કરી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી ખેડૂતોને મળવા પાત્ર લાભો વેપારીઓએ ખેડૂતો પાસેથી નીચા ભાવે ચણા ખરીદ કરી સરકારના ટેકાના ભાવે કૃષિ બિયારણ મંડળીને ચણા વેચાણ કરી સરકારને લાખોનો ચૂનો લગાવ્યો હોવાના ચોંકાવનારા આક્ષેપો ખેડૂતો માં ઉઠવા પામ્યા છે.


તાજેતરમાં હારિજ ખરીદ વેચાણ મંડળી દ્વારા કૃષિ વિભાગની તપાસમાં – ટેકાના ભાવે ચણા ખરીદ વેચાણ લાખોનું – કથીત કૌભાંડ બહાર આવ્યું છે
ત્યારે સમી તાલુકાની કૃષિ બિયારણ મંડળી
દ્વારા વેચાણ થયેલી નોધણીની તપાસ હાથ ધરવામાં આવે તો ખેડૂતોના નામે ચણા ખરીદ વેચાણ લાખો રૂપિયાનુ કૌભાંડ બહાર આવે તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા થઈ રહ્યો છે.
આ અંગે સમી કૃષિ બિયારણ મંડળીના ચેરમેન હરિભાઈ ચાવડાએ ટેલીફોન ઉપર વાતચીત કરતા જણાવ્યું હતું કે ખોટા – આધાર પુરાવા ટેલિફોન નંબરો રજૂ કરી ઓન લાઈન નોંધણી કરાવી હોય તેની તપાસની જવાબદારી સરકારની હોય છે અમારી મંડળીની નહી તેવો ઉડાવ જવાબ ખેડૂત ને આપવામાં આવ્યો હતો.


તો પોતાના નામે ચણા વેચાણ માટે ખોટું રજીસ્ટ્રેશન થયેલ હોવાનું હારીજના ખેડૂત કનુભાઈ ઠાકરે જણાવ્યું હતું. તેઓએ સમી ખાતે રજીસ્ટ્રેશન થયેલ મંડળી ઉપર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે અગાઉ પણ હારીજ રજીસ્ટ્રેશન મંડળીમાં વેપારીઓએ ખેડૂતના નામે ખોટા રજીસ્ટ્રેશન કરી સસ્તા ભાવે ચણા ની ખરીદી કરી સરકારને મોટું નુકસાન કર્યું હોય ત્યારે સમી મંડળીમાં પણ આજ કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ સાથે આમાં પણ સરકાર દ્વારા તપાસ થાય તો મોટું ચણા કૌભાંડ બહાર આવે તેવી શંકા તેઓએ વ્યક્ત કરી હતી.