#કાળિયાર ના શિકારીઓએ 3 પોલીસકર્મીની ગોળી મારી કરી હત્યા…..

ગુનાના આરોન વિસ્તારના જંગલમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસકર્મીઓ કાળિયારના શિકારના મામલામાં સર્ચિંગ કરવા ગયા હતા.

અહીં શિકારીઓએ તેમના પર ફાયરિંગ કર્યું.

સરકાર પરિવારને 1-1 કરોડની આપશે સન્માન નિધિ

મધ્યપ્રદેશના ગુના જીલ્લામાં મોડી રાત્રે પોલીસ અને કાળિયાર શિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ત્રણ પોલીસકર્મીઓના મોત થઈ ગયા છે. આ મામલામાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાના નિવાસ પર તાત્કાલિક બેઠક બોલાવી બાદમાં ત્રણેય પોલીસકર્મીઓના પરિવારને એક-એક કરોડ રૂપિયાની સન્માન નિધી આપવાની જાહેરાત કરી. ઘટનાસ્થળ પર મોડેથી પહોંચવા પર ગ્વાલિયર આઈજી અનિલ શર્માને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.

ગુનાના આરોન વિસ્તારના જંગલમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસકર્મીઓ કાળિયારના શિકારના મામલામાં સર્ચિંગ કરવા ગયા હતા. અહીં શિકારીઓએ તેમના પર ફાયરિંગ કર્યું. ગુના પોલીસનું કહેવું છે કે, સગા બરખેડા તરફથી બદમાશોના જવાની સૂચના મળી હતી. તેમની ઘેરાબંધી માટે 3-4 પોલીસ ટીમ લગાવવામાં આવી હતી. તે બાદ શહરોકના જંગલમાં 4-5 બાઈક પર બદમાશો જાતા દેખાયા. પોલીસે ઘેરાબંધી કરી તો તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. શિકારીઓ પાસેથી પાંચ હરણ અને એક મોરના અવશેષો જપ્ત કરવામાં આવ્યા. આ ઘટના લગભગ 4 કલાક આસપાસની બતાવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપાતકાલિન બેઠક બોલાવ્યા બાદ કહ્યું કે, આપણા પોલીસમિત્રોએ શિકારીઓ સાથે લડતા જીવ આપી દીધો. આ ઘટનામાં દોષી આરોપીઓ વિરુદ્ધ એવી કાર્યવાહી થશે જે ઈતિહાસમાં ઉદાહરણ બનશે. અપરાધીઓની ઓળખ થઈ ગઈ છે. ઘટનાની પૂરી તપાસ થઈ રહી છે. ઘટનામાં જીવ ગુમાવનાર ત્રણેય પોલીસના સાથી SI રાજકુમાર જાટવ, આરક્ષક નીરજ ભાર્ગવ, આરક્ષક સંતરામની કુરબાની વ્યર્થ નહીં જાય. તેઓએ કર્તવ્યના નામે પોતાનો જીવ આપી દીધો છે. તેઓને શહિદનો દર્જો આપી 1-1 કરોડની સન્માન નિધિ તેમના પરિવારને આપવામાં આવશે. પરિવારના એક સભ્યને શાસકીય સેવામાં લેવામાં આવશે. પુરા સન્માનની સાથે શહિદ પોલીસકર્મીઓનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કારમાં જિલ્લાના પ્રભારી મંત્રી સામેલ થશે. ઘટના બાદ પહોંચવામાં મોડું કરવા પર ગ્વાલિયર આઈજીને તત્કાલ હટાવવા નિર્ણય કરવામાં આવ્યો. હુમલો કરનારમાં 7 શિકારી સામેલ હતા. તેમાંથી રાઘૌગઢ નિવાસી એક શિકારી નૌશાદ ક્રોસ ફાયરિંગમાં માર્યો ગયો.